ભારતમાં એન્જિનિયરિંગનો ક્રેઝ અનેક દાયકાઓથી એકસરખો રહેવા પામ્યો છે. સમય અનુસાર
સિવિલ, ઈલેક્ટ્રોનિક્સ, આઈ.ટી ક્ષેત્રોને ધ્યાને રાખીને રસ અને રૂચિમાં ફેરફાર પણ
જણાયો તેમ છતાં એન્જિનિયરિંગ પ્રત્યેનો ક્રેઝ યુવાનોમાં એકસરખો રહેવા પામ્યો છે.
આજે એન્જિન્યર્સ ડે છે. જેથી દેશના વિકાસમાં તેમજ નવી દિશા આપવામાં જેનો બહુમુલ્ય યોગદાન રહ્યું છે તેવાં અમુલ્ય રત્નો અને તે સાથે જે અત્યારે તાલીમ રહ્યાં છે તેવા
ભવિષ્યના એન્જીન્યર્સનું બહુમાન કરવું તે જરૂરી છે.
દર વર્ષ 15મી
સપ્ટેમ્બરના રોજ એન્જીન્યર્સ ડેની ઉજવણી થાય છે. સર વિશ્વેશ્વરાયના
માનમાં આ દિવસની ઉજવણી થાય છે. તેમનો જન્મ 15મી સપ્ટેમ્બર 1860ના રોજ થયો હતો.
તેમનું અમુલ્ય યોગદાન એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રહેલું છે. જેના જીવતા ઉદાહરણો આજે
પણ તેમની યાદ અપાવી જાય છે. તેમણે ચીફ
એન્જીન્યર તરીકે ક્રિષ્ના રાજા સાગર ડેમના નિર્માણ વખતે ફરજ બજાવી હતી. જેમના
હસ્તક ક્રિષ્ના રાજા સાગર ડેમની જવાબદારી હતી. આ ડેમનું પાણી આજે પણ દક્ષિણ ભારતના
અનેક વિસ્તારોનું એકમાત્ર સહારો છે. આ ઉપરાંત પૂર નિયંત્રણ પ્રણાલીની ડિઝાઈન અને
તેના નિર્માણમાં મહત્વનો ફાળો રહેલો છે. જે તેમણે હૈદરાબાદ માટે બનાવી હતી. અને
ત્યાર બાદ વર્ષ 1903માં તેમણે સ્વયંસંચાલિક પૂર નિયંત્રણ દરવાજા પૂણે શહેર નજીક
આવેલા હોજ માટે બનાવ્યો હતો. પૂણે ખાતે આ સ્વયંસંચાલિત પૂર નિયંત્રણ દરવાજાની
સફળ કામગીરી બાદ તે પ્રકારના દરવાજા ગ્લાવિયર ખાતે આવેલ ડેમ તેમજ ક્રિષ્ના રાજા
સાગર ડેમ ખાતે લગાવામાં આવ્યા હતાં.
એન્જીન્યર્સ ડેને ધ્યાને રાખી બનાવ્યું બેન્ડ
એન્જીન્યર્સ
ડેની ઉજવણીમાં ચરોતર પંથકની કોલેજો બાકાત રહી નથી. ચાંગા ખાતે આવેલ એન્જિનિયરિંગ
કોલેજના વિધાર્થીઓ દ્રારા ધી રોક બેન્ડ" સેપ્ટ 15" પોતાના મ્યુઝીક દ્રારા કોલેજ પરિસરમાં હર્ષ
અને ઉલ્લાસનું વાતાવરણ ફેલાવે છે. આ રોક બેન્ડ 15મી સપ્ટેમ્બર એન્જીન્યર્સ ડેને
ધ્યાને રાખીને જ એન્જિનિયરિંગના વિધાર્થીઓ દ્રારા બનાવવામાં આવ્યું છે. જે મ્યુઝિક
પ્રત્યે પોતાનામાં રહેલો ક્રેઝ ભણતરની સાથે વહેતો મૂક્યો છે. મશીનોની દુનિયાથી દૂર મ્યુઝિકના સૂર છેડતાં ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પાંચ કમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટસની મ્યુઝિક જર્ની રસપ્રદ છે.
અન્ય એન્જીન્યર્સ વિધાર્થીના મતે ગુજરાતના મોટાભાગના એન્જિનિયરિંગ સ્ટુડન્ટસ ગ્રેજ્યુએશન દરમિયાન એન્જિનિયરિંગનાં અભ્યાસમાં અતિવ્યસ્ત રહેતા હોય છે. અમારી કોલેજના આ પાંચ મ્યુઝીક રસિયા વિધાર્થીઓ દ્રારા સેપ્ટ 15ની ભેટ આપીને અમને પણ સૂરમાં ઢાળી દીધા છે. આ બેન્ડની ખાસિયત એ છે કે બેન્ડના દરેક વ્યક્તિમાં એક કરતાં વધુ વિશેષતા છે. બેન્ડના દરેક આર્ટિસ્ટ બે ઇન્સ્ટ્રુમેન્ટ આવડે અથવા તો સિંગિંગ પણ કરી શકે છે. વનમેન આર્મી જેવી ટીમ છે. આ બેડના પોતના સપનાં પણ છેકે જેમાં તેમનું કહેવું છે કે કોલેજ કેમ્પસમાં સૌથી લોકપ્રિય અમારુ બેન્ડ દરેક કમ્પિટિશનમાં નંબર વન રહેતુ હોય છે. અમે બેન્ડમાં નવા પ્રયોગ કરતા રહીએ છીએ. અને કોલેજ બાદ અમારા બેન્ડને પ્રોફેશનલ ટચ આપવાનું વિચારી રહ્યાં છીએ.