આજે 15મી
સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર
બન્યા પછી પહેલી વખત હરિયાળાના રેવાડી નગરથી સંબોધન કર્યું હતું. દેશભરના
મોહી ચાહકોને તેમનું ભાષણ મોબાઈલ ફોન પર સાંભળવા મળે તે હેતુથી ભાજપ દ્રારા ખાસ
વ્યવસ્થા કરવામાં આવી હતી.
નઈ સોચ નઈ
ઉમ્મીદનું સુત્ર આપીને લોકસભાની ચૂંટણીનો ચહેરો બની ચૂકેલા નરેન્દ્ર મોદીની આજે
રેવાડી નગરમાં સભાને સંબોધી હતી. મોદીના ભાષણને ખૂણે ખૂણે પહોંચાડવા માટે નંબર 0222450 14501 જાહેર કરવામાં આવ્યો હતો. જે ડાયલ કરીને તમે એક રૂપિયામાં મોદીનું ભાષણ તમારા મોબાઈલ પર સાંભળી શકો.
નમોના પ્રહાર
યૂપીએ સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યુ કે દિલ્હી સરકારે સૈનિકોની સમસ્યાઓ પ્રત્યે અસંવેદનશીલ છે. અને ભારતીય સરહદ પર અવાર-નવાર સર્જાતા ઘર્ષણનું કારણ સેનાની કમજોરી નહી, પણ દિલ્હીની કમજોરી જણાવ્યુ. સાથે જ એમ પણ કહ્યુ કે આ સમસ્યાનું સમાધાન પણ દિલ્હીની સરકાર બદલવાથી જ સંભવ થશે.આ ઉપરાંત મોદીએ કહ્યુ કે કેન્દ્ર સરકારે સેના પાસેથી ધર્મનિરપેક્ષતા શિખવી જોઇએ.
નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સરકારને સંદેશ આપતા કહ્યુ કે તેઓ છેલ્લા 60 વર્ષથી ખોટા રસ્તે ચાલી રહ્યા છે. હવે ગરીબી અને અશિક્ષા વિરુધ્ધ લડાઇ કરો. ચીન અંગે મોદીએ કહ્યુ કે ચીન અરુણાચલ પ્રદેશ હડપવા માંગે છે. અને નદીઓનાં પાણીને રોકવાનો પ્રયત્ન કરે છે. જેના માટે દિલ્હી સરકારની નબળી નીતિઓ જવાબદાર છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com