વિધ્નહર્તા ગણેશજીની
પૂજા માત્ર ભારતમાં જ થાય છે તેવું તમે માનો છો તો તમારી માન્યતા ખોટી છે કારણ કે ગણેશજીની પૂજા દુનિયા અનેક દેશોમાં અલગ નામથી
થાય છે.
ચીનમાં
તુન-હુઆંગ, યૂનાનમાં ઓરેનસ, જાપાનમાં શોદેન અને કાંગિતેન આ ઉપરાંત જાવામાં તેમને
મહાપિએનનાં રૂપમાં પૂજવામાં આવે છે. ભારતીય મહાદ્વીપના દેશો નેપાળ, શ્રીલંકા, બમૉ, તિબેટ બધામાં
ગણેશજીની પૂજા થાય છે.
જાપાનમાં
ગણેશજીને કાંગિતેન તરીકે ઓળખાય છે. જેનો અર્થ ભાગ્ય દેવતા થાય છે. ગણેશજીની આ
મૂર્તિમાં એક હાથમાં મૂળો અને બીજા હાથમાં લાડું ધારણ કરેલા હોય છે. અમેરિકામાં
લંબોદર ગણેશજીની મૂર્તિ મળી આવી છે. દક્ષિણ
અમેરિકાના બ્રાઝીલમાં ખોદકામ દરમિયાન ગણેશજીની મૂર્તિ મળી આવી છે.જ્યારે પડોશી દેશ
ચીનનાં તુન-હુઆંગમાં એક ગુફાની દીવાલો પર મસ્તક પર પાઘડી ધારણ કરેલા ગણેશજીની
મૂર્તિ છે. જેની આસાપાસ સૂર્ય-ચંદ્ર, અને બુદ્ધની પ્રતિમા છે. ચીનમા ગણેશજીના
વિનાયક અને કાંગિતેન બે નામ છે. જ્યારે ઈરાની અને પારસીઓ પણ ગણેશજીની પૂજા કરે છે.
જેને અહૂરમઝા નામથી ઓળખાય છે. જેથી કહી
શકાય કે વિશ્વની દરેક દેશની સભ્યતાઓમાં ગણેશજીનું સ્થાન
પ્રમુખ રહેલું છે.