ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નેતા, નિયત, નીતિ, નૈતિક્તા વિહોણી કોંગ્રેસ

ગુલાબીનગરી જયપુર ખાતે દસમી સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યે  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુર ખાતે સંબોધન આપ્યું હતું. રેલીમાં ભારે માત્રામાં લધુમતિઓ જોવા મળ્યાં હતાં જે નક્કી થયેલ મુજબ પારંપરિક પોશાકમાં જોવા આવ્યાં હતાં


નારેબાજીમાં ઉત્સાહ પરંતુ ભાષણમાં નહીં 

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર  મોદીના સંબોધન દરમ્યાન સતત નારેબાજી થઈ રહી હતી. જેથી સંબોધનમાં ભારે મુશ્કેલી પ્રારંભિક તબક્કે પડી રહી હતી. જેથી તેમણે એકવાર કહી પણ દીધું કે હું તમારી નારેબાજી સાંભળું કે તમે મારું ભાષણ સાંભળશો...જો કે બે મિનિટ માટે તેમને ભાષણ બંધ પણ કરી દીધું હતું. જેથી નારેબાજી બંધ થઈ જાય .કાર્યકર્તાઓની પ્રંશસા કરીને પોતાને સ્વસ્થ કર્યા બાદ ભાષણ ફરી શરૂ કર્યુંને ફરી નારેબાજી શરૂ થઈ ગઈ હતી.  જેથી ભાષણમાં ફરી રૂકાવટો જોવા મળી હતી.

દેશની દુર્દશા મામલે કોંગ્રેસની જવાબદાર ઠેરવી હતી. જોકે ભાષણમાં કોઈ નવીનતા જોવા મળી ન હતી. આ સભામાં લધુમતિઓની ઉપસ્થિતિ જે આંખે વળગે તેવી હતી. આ ઉપરાંત તેમણે ડી સુત્ર આપીને કોંગ્રેસને ભષ્ટ્રાચારના મુદ્દે ડી ફોર દામાદ  ટાંકીને વ્યંગ કર્યો હતો.  ભષ્ટ્રાચાર નામની તબાહીને દૂર કરવા માટે એક જ ઉપાય છે અને તે માટે કોંગ્રેસને શાસનથી દૂર કરવાની અપીલ કરી હતી. વર્તમાન સરકાર પાસે નિર્ણય કરવાની ક્ષમતા નથી. આ કોંગ્રેસ પાર્ટી પાસે  નેતા, નિયત, ની તિ, નૈતિક્તા નથી. આ પ્રકારની પાર્ટીથી દેશને બચાવી પડશે. આ ઉપરાંત આર્થિક મામલે, ભષ્ટ્રાચાર મામલે આકરા પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે કે તે ગગડી રહેલા રૂપિયાને બચાવે કે પછી ગગડી રહેલી સરકારને બચાવે , પરંતુ કોંગ્રેસ રૂપિયાને છોડીને સરકાર બચાવામાં પડી છે. આ ઉપરાંત યુવા મતદારોને ધ્યાને રાખીને  કોંગ્રેસ યુવાનોને વોટબેંકની નજરે જોનારી પાર્ટી બતાવી.

મોદી શું ભુલી ગયા ?

પ્રારંભિક તબક્કે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની પ્રંશસા કર્યા બાદ મોદી રાજસ્થાન વિધાનસભાની આવનારી ચૂંટણી ભુલી જઈને લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાષણ કરતા નજરે દેખાયા. જોકે તેમણે રાજ્યની કોંગ્રેસ  સરકારને ધ્યાને રાખીને રેલીમાં ઉપસ્થિતિ લોકોને સંબોધન આપવાની તાતી જરૂરિયાત હતી. પરંતુ તેમણા પ્રહારો દિલ્હી તરફ સીધેસીધા પહોંચી રહ્યાં હતાં. રાજ્યની ગેહલોત સરકારની કામગીરીને લઈને કોઈ સવાલ ઉઠાવ્યાં ન હતા. 
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |