ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

દૂધ મંડળીઓની બેવડી નીતિ સમજો !!

એક તરફ દૂધના દિવસેને દિવસે દૂધના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે. જેમાં પશુદાણના થયેલો ભાવવધારો મુખ્ય કારણ જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ વર્તમાન સમયમાં આણંદ અને ખેડા જિલ્લાની દૂધમંડળીઓ બેવડી રણનીતિ અપવાનીને દૂધ લેવા આવતાં ગ્રાહકો સાથે લૂંટ થઈ હોય તેમ જણાઈ રહ્યું છે.


એક તરફ દૂધ મંડળીઓ દૂધના ભાવ સભાસદોને ફેટના આધારે આપે છે. જે બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જેનું ક્યારેય નિરાકરણ થતું નથી. અનેક પશુપાલકોને ફેટ પ્રમાણે દૂધના ભાવ મળતો ન હોવાથી નારાજગી પ્રવર્તી રહી છે. તેની સામે ગ્રામીણ વિસ્તારની દૂધ મંડળી હોય કે શહેરની તૈયાર
ચરોતરની દૂધ મંડળીઓની બેવડી રણનીતિથી ગ્રાહકો લૂંટાઈ રહ્યાં છે તેમ છતાં જાણે સહકારી મંડળીને કોઈ પરવાહ નથી. 

દૂધ ખરીદ મૂલ્ય અને વેચાણ મૂલ્યનું સમીકરણ 

દૂધની કોથળીઓમાં  ભાવ 100 ટકા ફેટના આધારે જ કિંમત અંકાય છે. જ્યારે તે દૂધમાં 100 ટકા ફેટ હોતું નથી. સમજાવા જેવી હકીકત તે છેકે ગ્રામીણ વિસ્તારોમાં દૂધ મંડળીમાં વેચાતું દૂધ પ્રોસેસીંગ વગરનું હોય છે. અને તે સીધેસીધે ગ્રાહકોને વેચી દેવામાં આવે છે. તેની પણ કિંમત 100 ટકા ફેટના આધારે જ વસુલાય છે. જોકે તેમાંથી અન્ય ચાર્જ બાકાત કરીને તેનું વેચાણ થવું જોઈએ. પરંતુ તેમ છતાં ગ્રાહકોની લક્ષમાં રાખીને આ પ્રકારે ક્યારેય વિચાર થયો નથી.

પશુપાલક અને ગ્રાહક

જોકે અમુક ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના લોકો પશુપાલકો પાસેથી સીધેસીધે દૂધ લે છે. જે તેમને ડેરી કરતા બે ત્રણ રૂપિયા જેટલો ફર્ક પડી જાય છે. તેની સામે અમુક પશુપાલકો મોટાભાગનું દૂધ હાથોહાથ ગ્રાહકોને વેચી દે છે કારણ કે તેમને ડેરી કરતા ઘણા વધારે રૂપિયા ગ્રાહકો પાસેથી મળી જાય છે.

ગ્રાહકોની મજબૂરી

ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં લોકો પશુપાલકોની જગ્યાએ ડેરી અને અમૂલ સ્ટોરમાંથી દૂધ લેવાનું મુખ્ય કારણ એ છેકે મોટાભાગના પશુપાલકો વધારે નફો મેળવવાની લાલચે દૂધમાં પાણી ભેળવીને ગ્રાહકોને વેચે છે. જે કારણોસર ડેરીથી દૂધ લોકો લાવવાનું વધારે પસંદ કરે છે. જાગૃત નાગિરકોના મતે પ્રોસેસીંગ વગરના દૂધનો ભાવ ઓછો હોવો જોઈએ. જે 100 ટકા ફેટવાળું દૂધ ન હોવા છતાં તેનો ભાવ 100 ટકા ફેટના ભાવે વસૂલાય છે તે બાબતને ધ્યાને લેવી જરૂરી છે. 

Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |