વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા 23મી ઓક્ટોમ્બરના રોજ પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. વાપી ખાતે આવેલ હોટલ વુડલેન્ડમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્રારા મુખ્યમંત્રી નરેન્દ્રમોદી 21મી ઓક્ટોમ્બરના રોજ સોમવારે નવસારી જિલ્લાના વાસંદા ખાતે આદિવાસી અધિકાર અને સશક્તિકરણ કાર્યક્રમ બાબતે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ સરકારી કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના સાંસદ અને અનેક કોંગ્રેસી ધારાસભ્ય પહોચે તે પહેલા પોલીસ દ્રારા રોકી દેવામાં આવ્યાં હતાં. વલસાડના સાંસદ અને કોંગ્રેસી ધારાસભ્યોને આમંત્રણ આપ્યા બાદ તેમને રસ્તા પર રોકવા બાબતે ગેરબંધારણીય પગલું જણાવ્યું હતું. અને આ પ્રકારે ગેરબંધારણીય કામ કરવા પાછળ જે કોઈ સરકારી અધિકારી જવાબદાર હશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસે પણ આ બાબતે ગંભીર નોંધ લીધી હોવાનું જણાવ્યું હતું.

વાસંદામાં યોજાયેલ સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા સાંસદ કિશનભાઈ પટેલ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને માર્ગમાં અટકાવી દેવામાં આવ્યાં હતાં. જ્યારે ડાંગના ધારાસભ્યને પોતાના જ મતવિસ્તારમાંથી કોઈ અન્ય ઠેકાણે લઈ જવાયા હોવાના આક્ષેપ કોંગ્રેસ મોદી સરકાર પર કર્યા છે. ગુજરાત કોંગ્રેસ પોતાના સાંસદ અને ધારાસભ્યો સાથે થયેલા અપમાનને અસહ્ય બની ગયું હોય તેવા એંધાણ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જોવા મળ્યાં છે.વધુમાં આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છેકે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્યો અને વલસાડ જીલ્લાના સાંસદ આગામી દિવસોમાં કલેક્ટર વિરુ્દ્ધ જે તે વિસ્તારમાં પોલીસ મથકે ફરિયાદ કરશે અને જો તે પ્રમાણે ફરિયાદ નહીં લેવામાં આવે તો વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ પોતે આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરશે.