![]() |
જ્યારે તંત્ર દ્રારા વિકાસના કામો હાથે લેવાય ત્યારે તેનો ભોગ પ્રજા બની જાય છે. જ્યાં સુધી વિકાસના કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રજાને ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે.
મળતી માહિતી મુજબ, આણંદથી સોજીત્રા તરફ જનારા અનેક લોકોને ઉપરાંત વિધાનગર કરમસદ ફાટકને કારણે છેલ્લા અઢી વર્ષથી અવરજવર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ 31મી ઓક્ટોમ્બરથી પંથકવાસીઓને શાંતિ થઈ જશે.
આગામી 31 ઓક્ટોમ્બરના રોજ બપોરે ચાર
વાગ્યે વિધાનગર કરમસદ વચ્ચે રેલ્વે ઉપર તૈયાર થયેલ બ્રિજનું ઉદ્ઘાટન થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, સરદાર જયંતિના
દિવસે બપોરે ચાર વાગ્યે ધારાસભ્ય દિલીપભાઈ પટેલ અને મંત્રી રમણલાલ વોરાની
ઉપસ્થિતિમાં આ રેલ્વે બ્રિજ વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે.
વિકાસના કામા દરમ્યાન પડેલી મુશ્કેલીઓ
અત્રે ઉલ્લેખનીય છેકે, વર્ષ 2011ના
ફેબ્રુઆરી મહિનામાં આ બ્રિજનું ખાતમૂર્હૂત કરવામાં આવ્યું હતું. ખંભાત જતી રેલ્વે
લાઈન ઉપરથી આ બ્રિજ પસાર થઈ રહ્યો છે. બરાબર પોણા ત્રણ વર્ષના સમયગાળામાં
કોન્ટ્રાક્ટર દ્રારા બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન અનેક લોકોએ ભારે તકલીફ
વેઠી છે. પરંતુ આ સમાચારથી અનેક લોકોની પરેશાનીનો અંત આવી જશે. આ મહિનાના અંતિમ
સપ્તાહે આ બ્રિજ ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. ત્યારે અનેક લોકોનો સમય ફાટકને કારણે વેડફાતો
અટકશે તે નક્કી છે.
Article Written By
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
(તસ્વીર: જીગ્નેશ સોલંકી, કરમસદ)
(તસ્વીર: જીગ્નેશ સોલંકી, કરમસદ)