ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચીના હત્યાકાંડનો ફરાર આરોપી ફરી જેલના પિંજરે

આણંદ એસ.ઓ.જીની સરાહનીય કામગીરી 


















આણંદ નગરપાલિકાના પૂર્વ મ્યુ.કાઉન્સિલર અને અંધારી આલમના ડોન મહેબુબબેગ મીરઝા(ચીના)ના ચકચારી હત્યાકાંડમાં કોર્ટે દોષિત ઠેરવીને તમામ આરોપીઓને સખત આજીવન કેદની સજા ફટકારી હતી.જેમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ સલીમ ઉર્ફે વકિલ નામનો આરોપી  28મી ઓગષ્ટ, 2013ના રોજ  14 દિવસ માટેની પેરોલ ફર્લો રજા મેળવી હતી પરંતુ  13મી સપ્ટેમ્બરના રોજ,2013 મુદ્દત પુરી થયા બાદ પણ હાજર ન થઈને ફરાર થઈ ગયો જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ત્યારબાદ પોલીસ અધિક્ષક કચેરીના આદેશ અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં પેરોલ ફર્લો રજા દરમ્યાન ફરાર આરોપીને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે 19મી ઓક્ટોમ્બરના રોજ આણંદ ખાતે એસ.ઓ.જી.પી.આઈને મળેલી બાતમીના આધારે ફરાર આરોપીને પકડીને અટક કરી હતી અને ત્યાર બાદ  કાયેદસરની કાર્યવાહી કર્યા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે સલીમ ઉર્ફે વકિલ અબ્દુલગની વહોરા પોતાની માતાની બિમારીનું કારણ રજુ કરીને પંદર દિવસની પેરોલ રજા પર ગયો હતો. પરંતુ 13મી સપ્ટેમ્બર,2013ના રોજ પરત જેલમાં ફરવાને બદલે ફરાર થઈ ગયો હતો. આ પહેલા પણ  એકવાર સલીમ વકિલે પેરોલ રજા મેળવી હતી અને સમયસર હાજર થતાં ફરીવાર તેને 28મી ઓગષ્ટ,2013ના રોજ 14 દિવસ માટેની પેરોલ ફર્લો રજા પર છોડાયો હતો. 

Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |