![]() |
દિવાળી નજીક પણ ગ્રાહકો દૂર |
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. નવેમ્બર મહિનાની પહેલી તારીખે ધનતેરસથી પાંચ દિવસનો તહેવાર એવી દિવાળીની શરૂ થઈ જશે. જેમાં ત્રીજી નવેમ્બરે દિવાળી છે. આ પાંચ દિવસના તહેવારની તૈયારીઓ મહિના અગાઉથી જ શરૂ થાય છે. જેમાં વેપારીવર્ગ દિવાળી દરમ્યાન વેચાણ જરૂરી માલ-સામાન જુન-જુલાઈ મહિનામાં જ નોંધાવી દે છે. પરંતુ આ વખતે વરસાદે નવેમ્બર મહિનામાં નવરાત્રિ સુધી રહેલા વરસાદને કારણે દિવાળી ફિક્કી રહે તેવા એંધાણ મળી રહ્યાં છે.
આ બાબતે અનેક લોકોને પ્રશ્નો કરવા્માં આવ્યાં. જેમાં વેપારી, વિધાર્થી, અને નોકરીયાત વર્ગનો સમાવેશ થયો છે.
વેપારીઓના મતે ગત વર્ષેની સરખામણીએ ચાલુ વર્ષે પરિસ્થિતિ તદન અલગ છે. ગત વર્ષે ઓછા વરસાદે ઈલેક્ટ્રોનિક્સ બજારને મંદ જ્યારે અન્ય ચીજ-વસ્તુઓની ખરીદી અંતે નીકળી હતી. મોંઘવારીની અસર ગત દિવાળીએ પણ જોવા મળી હતી. પરંતુ તેમ છતાં નોકરીયાત વર્ગની સાથે ખેડૂત વર્ગે દ્રારા થોડી ઘણી ખરીદારી જોવા મળી હતી. પરંતુ ચાલુ વર્ષે પરિસ્થિતિ અત્યંત અલગ છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પહેલી વખત થયું છે. નવરાત્રિ સુધી રહેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. નવરાત્રિ દરમ્યાન મોટાભાગની કાપણી પતી ગયી હોય છે. અને પાકને વેચીને તેની રોકડ રકમ પણ મળી જતી હોય છે. જેની ખેડૂતો પાકની આવક કેટલી થશે તેની ગણતરી કરીને દિવાળીના મહિના પહેલા જ ઘરમાં જરૂરી કામકાજ તેમજ અન્ય ચીજ-વસ્તુઓની તૈયારીઓ શરૂ કરી દે છે. પરંતુ આ વખતે અંત સમયસુધી ખેડૂત વર્ગ મુંઝાયેલો રહેલો છે. અત્યારના સમય દરમ્યાન વેપારીઓ પાસે સમયનો અભાવ હોય છે. દરેકે દરેક તેના ધંધા પ્રમાણે વ્યસ્ત હોય છે. પરંતુ વર્તમાન સમયમાં અનેક વેપારીઓ માંખો મારતા નજરે દેખાઈ રહ્યાં છે. તેના પરથી કહી શકાય કે બજારની હાંલત કેવા પ્રકારની છે.
કપડા બજાર, હાર્ડવેર બજાર, સોની બજાર, ઈલેક્ટ્રોનિક્સ બજાર, રીયલ એસ્ટેટ દરેકે દરેક બજાર વર્તમાન સમયમાં મંદ છે. દિવાળીની કોઈ અસર જણાઈ રહી નથી. અને વેપારીઓ માની રહ્યાં છેકે ચાલુ વર્ષની દિવાળી અત્યંત ફિક્કી દિવાળી બની રહેશે તેના પુરા એંધાણ મળી રહ્યાં છે.
જોકે વિધાર્થીઓના મતે બજારમાં સારી ઓફર આવી છે. કપડાંમાં ઘણી સારી ઓફરો બજારોમાં મૂકવામાં આવી છે. પરંતુ તેમના માતા-પિતાના નિર્ણય પર નિર્ભર છે. વિધાનગર ખાતે અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓના મતે તેઓ આણંદના બજારથી કપડાં ખરીદીને દિવાળીમાં પોતાના વતને પરત ફરશે.
Article Written By