ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વસોના MGVCLમાં ચાલતું લાંચિયુ કલ્ચર

મધ્ય ગુજરાત વિજ કંપનીના વસો એકમમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો એક વ્યક્તિને આજે શનિવારે સવારે એ.સી.બીના હાથે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જેથી થોડા સમયે માટે વીજ કંપની ખાતે સવારના સમયે હોહામચી જવા પામી હતી. આ ઘટના બાદ વીજ કંપની લાંચિયા વહીવટથી કંટાળેલી પ્રજામાં ખુશી પ્રસરી જવા પામી હતી.

બાંટવા ગામના એક વ્યક્તિને મીટર જોઈતું હતું .તેને માટે આ પકડાયેલા સોદાબાજ હેલ્પરે રૂપિયા પાંચ હજારમાં તોડની વાત કરી હતી. અને આજે તેઓ નાણાં લઈ રહ્યાં હતા. ત્યારે જ પંચો રૂબરૂ ત્રાટકેલા અને નડિયાદ એલ.સી.બીએ તેને રંગે હાથે ઝડપી લીધો હતો.તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સોજીત્રા તાલુકના બાંટવા ગામના મુકેશભાઈ ગોરધનભાઈ પરમારને વીજ માટે મીટરની જરૂર હતી. તેમના માટે વસો ફીડર લાગતું હોય તેઓ વસો વીજ કંપનીમાં ગયા હતા. અને પોતાની અરજી આપી હતી. જેની ઉપર ઝડપથી કામગીરી થતી ન હોય મુકેશભાઈ ધક્કા ખાતા હતા. આ દરમ્યાન કંપનીના હેલ્પર તરીકે કામ કરતા સૂરસંગભાઈ દેસાઈભાઈ પરમાર તેમને મળ્યાં હતાં. અને જણાવ્યું હતું કે મીટર જોઈતું હોય તો લાંચ આપવી પડશે.જેમાં અંતે લાંચમાં પાંચ હજારનો સોદો થયો હતો. જેને પગલે મુકશેભાઈએ નડિયાદ એલ.સી.બીના પી.આઈ એ.એ.શેખને મળ્યાં હતા. અને બધી વિગત જણાવી હતી. 

ફરિયાદી દ્રારા મળેલી વિગતોના આધારે એ.સી.બીએ છટકું ગોઠવ્યું હતું. અને આજે શનિવારે સવારે રાબેતા મુજબ હેલ્પર સૂરસંગ દેસાઈ પરમાર રૂ. પાંચ હજારની લાંચ મુકેશભાઈ પરમાર પાસેથી લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જેને આધારે ભારે હોહામચી જવા પામી હતી.

Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |