ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

તરૂણ યુવતીએ હવસખોર ડૉક્ટરની દવા કરી

ડૉક્ટરની કરતૂત પોલીસ સ્ટેશને પહોંચી

તબીબી ક્ષેત્રમાં પણ  હવસખોર ડોક્ટર પોતાની વાસનાની ભુખ સંતોષવા માટે તરૂણ યુવતીઓને કેવી રીતે ભોગ બનાવે છે તેનો કિસ્સો વાપી ખાતે ઉજાગર થવા પામ્યો છે. આ મામલે તરૂણી યુવતીએ સજાગતા દાખવીને બધી જ હકીકત તેમના મા-બાપને સમયસર જણાવી દીધી હતી. જેથી પીડિત યુવતી આ હવસખોર ડોક્ટરનો શિકાર બને તે પહેલા ડોક્ટર પોલીસ સંકજામાં આવી ગયો છે. પોલીસે આ બાબતે 354 અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ. વાપી શહેરમાં રહેતી 17 વર્ષીય તરૂણ યુવતી પેટની સારવાર માટે ડૉ. મોહિત શ્રીવાસ્તવ નામનાં ડોક્ટર પાસે ગઈ હતી. પરંતુ ડોક્ટર યુવતીની એકલતાનો લાભ લેવા માટે તેને સાંજના સમયે ફરીથી બોલાવી હતી. જે પ્રમાણે યુવતી સાંજના સમયે હોસ્પિટલે પહોંચી ત્યારે આ હવસખોર ડોક્ટરને તેને ઓ.પી.ડીમાં ચેકઅપ માટે લઈ ગયો હતો. અને ત્યાં ચેકઅપના બહાને શારીરીક અડલપાં કરી રહ્યો હતો. જોકે તરૂણ યુવતીને હવસખોર ડોક્ટરની નિયત બગડી હોય તેમ જણાતાં જેથી તે પોતાના ભાઈ સાથે તુરંત જ પરત ઘરે જતી રહી હતી.

તરૂણ યુવતીના પિતાના મતે 


મળતી માહિતી મુજબ, આ યુવતી છેલ્લા ત્રણ ચાર દિવસથી વાપી ખાતે કોપરલી રોડ પાસે આવેલ અફશાના માર્કેટ નજીક આવેલ સહારા હોસ્પિટલ ખાતે સર્જન તરીકે ફરજ બજાવતાં હવસખોર ડૉ. મોહિત શ્રીવાસ્તવને ત્યાં તપાસ કરાવી રહી હતી. પરંતુ ગત રાત્રિએ તે મોડી રાત્રે તપાસઅર્થે બોલાવી હતી. જેથી યુવતી તેના ભાઈ સાથે હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ ભાઈ સાથે આવી જતાં હવસખોર ડોક્ટર આ તરૂણ યુવતીને ઓ.પી.ડીમાં લઈ ગયો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર



મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરનો રહેવાસી આ હવસખોર સામે ફરિયાદ થતાં વાપી તબીબી ક્ષેત્રમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. ગત રાત્રિએ તરૂણ યુવતીએ પોતાની સાથે થયેલ શારિરીક  છેડછાડની વાત પોતાના પરિવારજનોને કરતાં તેઓ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યાં હોબાળો મચાવ્યાં બાદ ફરિયાદ પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને પોલીસ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધી ડોક્ટર સામે આગળીના કાર્યવાહી હાથ ધરી છે.
(તેજસ દેસાઈ , રિપોર્ટર, વાપી )

Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |