![]() |
ભષ્ટ્રાચારનું જીવતું જાગતું ઉદાહરણ |
આણંદ નગરપાલિકાના સત્તાધિશો પાલિકાની 125
વર્ષની ઉજવણીના ખ્વાબોમાં મસ્ત છે. ત્યારે
એમના ગાલ ઉપર સણસણતો તમાચો મારતી ઘટના આજે મંગળવારે 22મી ઓક્ટોમ્બરના રોજ રૂપાપુરા
વિસ્તારમાં બની છે. સદ્દનસીબે આ હોનારતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આજે મંગળવારની સવારે આણંદ નગરપાલિકામાં
રૂપાપુરા વિસ્તારમાં આવેલા શાળા નં. 7 ખાતે બનેલી દુર્ધટના બાદ હડકંપ મચી જવા
પામ્યો હતો. મળતી માહિતી મુજબ, આજે શાળા નં.7માં બીજા માળનો સ્લેબ એકમદ જ તૂટી
પડ્યો હતો. આ સ્લેબ પડ્યો તે વખતે બાળકો
વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યાં હતાં.આ ઘટના બાદ બાળકોને તુરંત બહાર લઈ જવાની ફરજ
પડી હતી. આ સ્લેબ પડવાની સાથે જ આજુબાજુના રહીશો પણ ચોંકી ઉઠ્યાં હતાં.
વર્ગખંડનો સ્લેબ હજુ બની રહ્યો છે. આ ઘટના
બાદ પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ડીકાભાઈ ઘટનાસ્થળે તુરંત જ આવી પહોંચ્યા હતાં.
પરંતુ તેઓ આ ઘટના બાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં અસમર્થ જણાયાં હતાં.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગણેશ ચોકથી આગળ બ્રિજ તરફ જતા જમણી બાજુએ
રૂપાપુરા વિસ્તાર ખાતે હીરા હોન્ડા શો રૂમની પાસે શાળા નં. 7 અને બપોરની શાળા ચાલી
રહી છે. જેમાં ચાર ઓરડા આડા અને ચાર ઓરડા ઉભા છે.
ગત 22મી તારીખથી બીજા માળનું બાંધકામ ચાલી
રહ્યું છે. વર્તમાન સમયમાં કામ દાદર સુધી પહોંચ્યું હતું. સ્લેબના કામને થોડો સમય જ વિત્યો છે.તેમ છતાં આ પ્રકારે સ્લેબ અચાનક કેવી રીતે
તૂટી પડ્યો તે બાબતો અનેક સવાલો પેદા કરે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોન્ટ્રાક્ટર પણ નેતાઓની કટકીથી ત્રાસી ગયા છે. જે કામ માટે બે થી ત્રણ ટકાનું કમીશન ચાલતું હતું. તે હવે વધીને વીસ થી ત્રીસ ટકા થઈ ગયું છે. જેથી નાછૂટકે પણ કોન્ટ્રાક્ટરને ગુણવતા સાથે બાંધછોડ કરીને પોતાનો નફો કાઢવો પડે છે.
આ સવાલના જવાબ આપે તંત્ર
1. સ્લેબની
ગુણવતાની ચકાસણી કેમ ન કરવામાં આવી ?
2. સ્લેબ
બનાવતી વખતે તેના ધારાધોરણ પર નજર કેમ ન રાખી ?
3. સ્લેબ
યોગ્ય રીતે બન્યો હોય તો પડ્યો કેમ ?
4. આ
ઘટનાની જવાબદારી કોણ લેશે ?
5. અત્યારસુધીના
તમામ કામકાજની ચકાસણી શું પાલિકા ફરીથી કરેશે ?
આ ઘટના
બની ત્યારે બાળકો વર્ગખંડમાં ભણી રહ્યાં હતા. અને સ્લેબ પડવાની સાથે જ બાળકોને
ખુલ્લા મેદાનમાં બેસાડવાની ફરજ પડી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું છેકે પાલિકાએ આ
શાળામાં બાંધકામનું કામકાજ નડિયાદ શ્રેયસ ટોકીઝ પાસે રહેતાગૌરાંગભાઈ પટેલની કુમાર
એન્જીન્યરીંગ કંપનીને આપેલ છે. તેમણે
મજુરીનો કોન્ટ્રાક્ટ દિનેશભાઈને આપેલો છે. અને 14 દિવસ પહેલા જ 90 ફૂટ લાંબુ છજું
ભરવામાં આવ્યું હતું. જે આજે ભોંય ભેગું થઈ જવા પામ્યું છે. જોકે આ
છજું પાછળના ભાગે પડતાં કોઈ જાનહાની થઈ નથી.
ટુ થી
પોઈન્ટ
શું આ ભષ્ટ્રાચારનો જીવતો દાખલો નથી ?
કન્ટ્રક્શનમાં ચાલી રહેલી મોટી ખાયકીનું આ પરિણામ
છે ?
ગુણતવાને બાજુએ રાખીને કોન્ટ્રાક્ટર નેતાઓને
ખુશ રાખવા મથી રહ્યાં છે ?
Article Written By