ચરોતર પંથકમાં પાંચમે નોરતાથી વરસાદે વિરામ લીધો હોય અને ફૂલગુલાબી ઠંડીનું આગમન થયું હોયે તેવો એહસાસ થતાં ખેલૈયાઓ શેરી ગરબાથી નીકળીને પાર્ટી પ્લોટ સુધી પહોંચ્યા છે. પરંતુ ગુજરાતના અન્ય પંથકોમાં હજુ પણ મેઘરાજા રાત્રિ દરમ્યાન અચાનક પધરામણી કરીને રંગમાં ભંગ કરવાની કોશિષ કરી રહ્યાં છે. પરંતુ વાપી શહેરના ખેલૈયાઓ જાણે માં અંબાની ભક્તિ અને શક્તિથી મેઘરાજાને પણ ધ્યાન ન લેતાં ગરબે ઝૂમી રહ્યાં છે.
વાપી શહેરના મોટા ભાગના ખેલૈયાઓ જણાવે છેકે તેમને આ નોરતા યાદ રહેશે. આ નોરતાએ અનેક યાદો છોડીને જશે. જેમાં સૌથી રૈની નોરતા..જેની અનેરી મજા અલગ છે. પરંતુ આયોજકોને સત્વરે મેદાન ઠીક કરવામાં ભારે કમરકસવી પડે છે. જેથી આયોજકો માટે પણ આ નવરાત્રિ મોટી શિક્ષા આપનારી સાબિત થઈ છે. વરસાદ પડવાથી વાપી શહેરમાં મોટા ભાગના પાર્ટી પ્લોટમાં ખાંબાચિયા ભરાઈ ગયા છે. તેમ છતાં ચાલુ વરસાદ હોય કે પાણી ભરાયેલા ખાબોચિયા હોય પરંતુ વાપીના ખેલૈયાઓ કોઈ પણ પરિસ્થિતિમાં ગરબે ઝૂમવા તેયાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે.
(તેજસ દેસાઈ, રિપોર્ટર, વાપી )
જુઓ વાપીના ખેલૈયાઓના વીડિયો...
Article Written By