મૂંગા પશુઓને હથિયાર બનાવી પોતાને કહેતી સમાજ સેવી સંસ્થાઓ ખરા સમયે કેવી રીતે છેડો ફાડીને અદ્રશ્ય થઈ જાય છે તેવો કિસ્સો વાપી ખાતે જોવા મળ્યો છે. બકરી ઈદ નજીક છે જે દરમ્યાન બકરાંની માંગ ભારે માત્રામાં રહે છે. જે તકનો લાભ લઈને એક હિંસા નિવારણ સંસ્થાએ હોબાળો મચાવીને પલાયન થઈ જતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
રાજસ્થાનની મુંબઈ તરફ બકરાં ભરેલી છ ટ્રક
જઈ રહી હતી. તે દરમ્યાન વાપી ખાતે હિંસા નિવારણ સંસ્થાના યુવાનાઓ આ ટ્રકને રોક્યાં
હતા. ત્યાર બાદ સત્વરે પોલીસ કાર્યવાહી થાય તે હેતુથી આ યુવાનોએ પોલીસને બોલાવી
હતી. પરંતુ તે દરમ્યાન જ સામા પક્ષેથી મુસ્લિમ યુવાનો ધસી આવતાં બન્ને હિંસા
નિવારણ સંસ્થાના યુવાનો અને મુસ્લિમ યુવાનો વચ્ચે ધર્ષણ થતાં વાતાવરણ તંગ બની જવા
પામ્યું હતું.
મળતી માહિતી મુજબ, જે મુસ્લિમ યુવકો બજાર વચ્ચે ટ્રક રોકાવાથી હિંસા નિવારણ સંસ્થાના યુવકોનો વિરોધ કરી રહ્યાં હતાં, તે મુસ્લિમ યુવકોની ઈચ્છા હતી કે આ ટ્રક વાપી સ્થિત ઈમરાન
નગરમાં લઈ જવામાં આવે પરંતુ તે પહેલા પોલીસે બે ટ્રકને હાઈ-વે ખાતે અટકાવી રાખી
હતી. જેથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અડધો કલાક સુધી રહેલા ટ્રાફિક
જામના કારણે લોકોનો જમાવડો થઈ જવા પામ્યો હતો.
પોલીસે પરિસ્થિતને સમજીને પી.આઈ પરમારે
ઘટના સ્થળે આવીને કેટલાંક લોકોની અટકાયક કરી વાપી પોલીસ સ્ટેસને લઈ ગયા હતા. જેમાં
પોલીસને ટ્રક ચાલકો સાથે બકરા ભરેલી ટ્રક અંગે પૂછપરછ તેમજ જરૂરી કાગળીયા તપાસની
ફરજ પડી હતી. જેમાં ઉજાગર થવા પામ્યું
હતું કે આગામી દિવસોમાં બકરા ઈદના કારણે ભારે માત્રામાં બકરાની સપ્લાય થઈ રહી
હોવાનું ઉજાગર થયું હતું.
એક તરફ સરેઆમ ટ્રકો રોકીને હિંસા
નિવારણનો રાગ આલાપી રહેલા યુવાનો અદ્રશ્ય બની ગયા હતા. જોકે પોલીસે પોતાની ફરજ
સમજીને હિંસા નિવારણ સંસ્થાના લાગતા વળગતાં જવાબદાર વ્યક્તિને ફોન કર્યો હતો પરંતુ
તેમણે પણ ફોન ઉપાડવાની તકલીફ વેઠી ન હતી.
જોકે પોલીસ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી
ફરિયાદ થાય તે બાબતે આશા સેવી હતી પરંતુ તેમણે ફરિયાદમાં કોઈ રસ ન દાખવતાં પોલીસના
હાથ ટૂંકા બની ગયા હતા. જેથી કોઈ કાર્યવાહી કર્યા વગર ટ્રક ચાલકોને છોડી મૂકવાની
ફરજ પડી હતી.
( તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
( તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
Article Written By