આણંદ શહેરમાં શનિવારથી જ રાવણનું પૂતળું બનાવનાર
કારીગરો આણંદ આવી ગયા હતાં. અને તેમણે તે તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. શનિવારની સાંજ સુધીમાં તો રાવણના વિશાળ પૂતળાના ત્રણેય ભાગ બની ચૂક્યાં હતા. જેને આજે સાંજે આઠમના દિવસે
તેને ભેગા કરવાની કામગીરી કરી દેવામાં આવી હતી.
આણંદની શોભાયાત્રાનો રૂટ
આ પહેલા પંજાબી પરિવારો દ્રાર ભગવાન શ્રીરામની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં દાંડીયાની રમઝટ મુખ્ય બની રહેશે. ભગવાન શ્રીરામ, સીતામાતા અને લક્ષ્મણ માટે શણગારેલી બગી સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ભગવાન હનુમાનજી અને તેમની વાનરસેનાની વેશભૂષા પણ શોભાયાત્રા મુખ્યકેન્દ્ર બની રહેશે. આ વિશાળ શોભાયાત્રા આણંદ શહેરમાં લક્ષ્મી ટોકીઝ પાસેથી શરૂ થશે. જે શહેરમાં ફરી સાંજે વ્યાયામ શાળા મેદાને પહોંચશે. ( તસ્વીર : રાજેશ ચાવડા, આણંદ )
નડિયાદમાં રાવણ દહન અને અન્ય આયોજન
આ ઉપરાંત નડિયાદ
ખાતે પણ પાંચ દાયકાથી પણ વધારે સમયથી પંજાબી સમાજ દ્રારા સિટી જિમ ખાનાના મેદાનમાં
રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. જેમાં નડિયાદવાસીઓ ભારે સંખ્યામાં જોડાય છે.
નડિયાદ શહેરમાં એક જગ્યાએ વર્ષોથી આ પ્રકારનું આયોજન થાય છે તેથી તેનું મહત્વ
સવિશેષ બની જાય છે.
આ ઉપરાંત દશેરાના દિવસે પંજાબી સમાજ દ્વારા નડિયાદ સંતરામ મંદિરથી ભગવાન શ્રીરામચંદ્ર તથા
લક્ષ્મણજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જે શહેરના મોટાભાગના વિસ્તારમાં ફરે છે. આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામચંદ્રની સવારી,
રાવણની સવારી, શ્રી હનુમાન દાદાની સવારી હોય છે. શોભાયાત્રામાં વિવિધ વેશભુષા કરીને
આવેલા ભાઈઓએ ભારે આકર્ષણ જમાવે છે.
પંડિતોના મતે નવરાત્રિમાં દશેરાનું પર્વ સવિશેષ મહત્વ ધરાવે છે. વિજ્યાદશમી એટલે બુરાઈ પર ભલાયના વિજ્યનું પર્વ. આજના દિવસે જ માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. ઉપરાંત રામે રાવણના રૂપમાં બુરાઈને ખતમ કરીને લંકાવિજય કર્યો હતો. ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પરત આવ્યા હતા ત્યારે પણ આસો સુદ દશમ હતી. જેથી શક્તિની આરાધાનાનું પર્વ દશેરાની ઉજવણી સાથે પુર્ણ થાય છે.
પંડિતોના મતે નવરાત્રિમાં દશેરાનું પર્વ સવિશેષ મહત્વ ધરાવે છે. વિજ્યાદશમી એટલે બુરાઈ પર ભલાયના વિજ્યનું પર્વ. આજના દિવસે જ માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. ઉપરાંત રામે રાવણના રૂપમાં બુરાઈને ખતમ કરીને લંકાવિજય કર્યો હતો. ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પરત આવ્યા હતા ત્યારે પણ આસો સુદ દશમ હતી. જેથી શક્તિની આરાધાનાનું પર્વ દશેરાની ઉજવણી સાથે પુર્ણ થાય છે.
નવરાત્રિની આઠમે દેખાયો એક્તા અને ભક્તિનો રંગ
દર વર્ષે આઠમના દિવસે નડિયાદ ખાતે આવેલા માઈ મંદિરમાં મહાકાલ મહાઆરતી કરવામાં આવે છે. જેમાં ચોતરફ અગન જ્વાળાઓ વચ્ચે શરીરે દીવા અને સળગતા કાકડા પહેરીને મહાકાલ મહાઆરતી કરવામાં આવે છે. જેનો લ્હાવો માણવા હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મહાકાલ આરતીના દર્શન કરવા નડિયાદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો પણ ઉમટ્યા હતા.
બંગાળી સમાજની આઠમે ઉજવણી
ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિની ઊજવાય છે, પણ ત્યાંની પ્રથા અને પરંપરાને અનુરૂપ. દરેક રાજ્યોમાં નોરતાં કંઈક અનોખી રીતે ઊજવવામાં આવતાં હોય છે. તેમજ નોરતાંનું મહત્ત્વ પણ અલગ હોય છે. ક્યાંક કળશ સ્થપાય છે તો ક્યાંક દુર્ગાપૂજા થાય છે. અન્ય રાજ્યોથી આવીને ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં વસેલા બંગાળીઓ દ્રારા દુર્ગાપુજાનું આયોજન થાય છે.આઠમના દિવસે રાસ-ગરબા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને બંગાળી સમાજ એક્તા અને ભક્તિનું ઉદાહરણ બની જાય છે. દુર્ગાપૂજાની શરૂઆત મહાલયાની(અમાસ) સાથે જ થઈ ગઈ છે, પરંતુ નવરાત્રિની આઠમનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે.
કોલક્તાથી દર વર્ષે ખાસ પુજા અર્થે આવતાં પંડિત પંકજ કુમાર ચકર્વતીના મતે માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા જે હેતુથી આ દિવસે ખાસ માનવામાં આવે છે. છેલ્લા 16 વર્ષથી બંગાળી સમાજ દ્રારા નડિયાદ ખાતે સંતરામ મંદિરનાં પટાંગણમાં દુર્ગાપુજાનું આયોજન થાય છે.
નડિયાદમાં સ્થાયી થયેલા કાર્તિક આદકના મતે નડિયાદમાં સાતસો જેટલા બંગાળી રહે છે. ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે જ બંગાળી સમાજ દ્રારા દુર્ગાપુજાનું આયોજન થાય છે. જેથી દુર્ગાપુજાનો લાભ સૌ કોઈને મળી રહી છે. આ ઉપરાંત ચરોતરમાં વિવિધ તાલુકાઓમાં અને ગામડાંઓમાં વસેલા બંગાળી કુંટુંબો દુર્ગાપુજા દરમ્યાન ભેગા થાય તે હેતુથી પંદર વર્ષ પહેલા નડિયાદમાં દુર્ગાપુજાનું આયોજન શરૂ થયું હતું. દર વર્ષે મોટી સંખ્યામાં દુર્ગાપુજામાં સહભાગી બને છે.
આઠમે લાલા સાડીઓ અને એક હજારથી વધારે દીવા સાથે ખેલૈયાઓ
નડિયાદમાં સ્થાયી થયેલા કચ્છના કડવા પાટીદારો દ્રારા પોતાની આગવી કચ્છી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી નવરાત્રિનું આયોજન થાય છે. છેલ્લા ત્રણ દાયકાથી નડિયાદમાં વનમાળી નગર ખાતે કચ્છી ગરબાનું આયોજન થાય છે.
શ્રી ઉધોગનગર કડવા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ પુરૂષોતમભાઈના મતે કચ્છી નોબત અને ઢોલે કચ્છી સંસ્કૃતિને આજે પણ ધબકતી રાખી છે. કચ્છના અંજાર, ભુજ તથા નખત્રાણા તાલુકામાં નવરાત્રિના નવ દિવસ સુધી કચ્છી નાટક, દુહા, છંદ અને ઢોલના તાલે લોકો માતાજીની વંદના કરવામાં આવે છે. પરંતુ અહીં નડિયાદ ખાતે કડવા પાટીદાર સનાતન સમાજ દ્રારા આઠમના દિવસે અમારા દ્રારા એક હજારથી વધારે દીવા પ્રગટાવીને ગરબા કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ દ્રારા એકસરખી લાલ સાડીઓ ધારણ કરવામાં આવે છે. આ પ્રકારના આયોજનથી દર વર્ષે નવરાત્રિમાં નવ દિવસ દરમ્યાન સમાજનો લોકો ભેગા થાય છે. જેમાં ભક્તિ સાથે સમાજનાં લોકો વચ્ચે એક્તાનો ભાવ બની રહે છે.
Article Written By