દશેરાના દિવસે નડિયાદ ખાતે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નામની હિન્દી ટીવી સીરીયલથી પ્રખ્યાત બનેલી અભિનેત્રી મુનમુન દત્તા(બબીતા) આવી હતી. જેને જોવા માટે અનેક લોકો કોલેજ રોડ ખાતે સંગાથ પાર્ટી પ્લોટની સામે બંસરી ગ્રુપ દ્રારા નવરાત્રિ મહોત્સવમાં ભારે સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. છેલ્લા અનેક દિવસોથી નડિયાદવાસીઓ બબીતાના આગમનનું રાહ જોઈને બેઠા હતા.
નવરાત્રિ મહોત્સવમાં દશેરાના દિવસે નડિયાદ
ખાતે આવેલ અભિનેત્રી મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે પહેલી વખત નડિયાદ આવી છે.
અને નાના શહેરમાં આટલી મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવશે તેવી આશા ન હતી.
પરંતુ ભારે માત્રા સંખ્યા જોઈને તે પણ આશ્ચર્યચકિત બની ગઈ હતી. જોકે પોપટી કલરના ડ્રેસમાં મુનમુન દત્તા ધણી સુંદર લાગતી હતી. તેના આગમનની સાથે જ લોકો ગરબા છોડીને તેને જોવા
માટે સ્ટેજની નજીક પહોંચી ગયા હતા. જેથી તેને જાહેરમાં એલાન કરવાની ફરજ પડી હતી કે
તે કાર્યક્રમમાં લાંબા સમય સુધી રહેવાની છે ઉપરાંત તે લોકોના ગરબા પણ જોશે. જેથી
દરેક પોતપોતાના ગરબા રમે જેથી તે પણ નડિયાદવાસીઓને ગરબા રમતા જોવાની તેની ઈચ્છા
પૂરી થાય. થોડા સમય માટે નડિયાદ ખાતે આવેલી બબીતાને નડિયાદ શહેરવાસીઓને ઉત્સાહ ખુબ ગમ્યો હતો. તે સાથે તે ફરીથી નડિયાદ આવશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેને જોવા માટે નડિયાદવાસીઓમાં ભારે ઉત્સાહ જોવાયો હતો. તે સાથે આસપાસના નાના મોટા શહેરોમાંથી પણ બબીતાને ખાસ જોવા માટે અનેક લોકો આવ્યાં હતાં. તેના સ્ટેજ પર આવતાની સાથે તેના ચાહકોએ ટપોટપ ફોટા પાડવાની શરૂઆત કરી દેતાં બબીતા પણ તેની લોકપ્રિયતાને લઈને વિચારમાં પડી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ તેના નડિયાદ ખાતેની મુલાકાતના ફોટા સોશ્યલ મીડીયા પર વહેતા થઈ ગયા હતા. તેના અનેક ચાહકો જે નડિયાદ ખાતે રૂબરૂમાં આવી પહોંચ્યા ન હતા. તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે બબીતાના ફોટાની આપ લે ,કરી હતી. તે બાબતે અનેક લોકોએ જણાવ્યું હતુ્ં કે નડિયાદમાં રાત્રિ સમયે તેમની માટે પહોંચવું શક્ય ન હતું. જેથી નડિયાદ ખાતેના મિત્રો પાસેથી જ ફોટા લઈને ખુશ થયા હતાં.(ફોટો - નીરવ સોની )

આ ઉપરાંત જતા જતા નડિયાદવાસીને કહ્યું હતું કે તેના ઘણા બધા એકાઉન્ટ ફેસબુક પર છે તે નકલી છે અને તેનું પોતાનું અસ્સલ એકાઉન્ટ માત્ર ટ્વિટ્રરની સાથે છે. અને તેમાં ચાહકોને તેની સાથે જોડાવાની અપીલ કરી હતી. અને દોઢ વાગ્યાની આસપાસ નડિયાદવાસીઓને બબીતાએ વિદાય આપીને રવાના થઈ ગઈ હતી.
Article Written By