નવરાત્રિની નવ રાતે કલાકો સુધી ગરબે રમવા
શક્તિની જરૂર પડી તે સ્વાભાવિક છે. ભક્તિમાં લીન થઈને ખેલૈયાઓ જ્યારે ગરબામાં ઝૂમે
ત્યારે માં અંબા જ તેને શક્તિ પ્રદાન કરતી હોય છે તેવો ધાર્મકિ ભાવ રહેલો છે, પરંતુ વર્તમાન સમયમાં ફિલ્મી
સુરતાલે રમાતા માં અંબાનાં ગરબે રમવા માટે અમુક નબળાં ખેલૈયાઓ વધારે શક્તિ માટે મલ્ટીવિટામિન ગોળીઓનો સહારો લઈ રહયાં છે.
ગરબામાં સતત બે કલાક રમ્યાં બાદ કોઈ પણ
ખેલૈયો થાકી જાય અને તેને તુરંત ભુખ લાગે જેથી તમે અનેક વખત જોયું હશે કે
ખેલૈયાઓની ફોજ એક રાત્રિમાં અનેકવાર પાણી અને ફૂડ સ્ટોલ આગળ જોવા મળશે. ભુખ લાગે
ત્યારે જરૂર પ્રમાણે નાસ્તો કરી લેવું યોગ્ય કહેવાય પરંતુ પોતાની ભુખને મારીને પણ
સતત ગરબે ઝૂમ્યાં રહેવું અને તે માટે
મલ્ટીવિટામિન ગોળીઓને હવાલે પોતાના શરીરને કરી દેવું તે કેટલું યોગ્ય કહેવાય.
ડોક્ટર્સના મતે મલ્ટી વિટામિન ગોળીઓ અમુક
સમયે યોગ્ય છે. જો તમારા શરીરની તપાસ કર્યા બાદ ડોક્ટર્સે તમને ખાવાની પરવાનગી આપી
હોય તો તેની પાછળ કોઈ કારણ હોય છે. પરંતુ કારણ વગર મલ્ટી વિટામિન ટેબલેટનો ઉપયોગ
કરવો ખત્તરનાક છે.
મલ્ટી વિટામિન ગોળીઓ દરેક સ્ટોર્સમાં
ઉપલબ્ધ છે. આ ઉપરાંત મલ્ટી વિટામિન ટેબ્લેટની જાહેરાતો ટીવી ઉપર આવતી હોય છે. જેથી
તેના નામથી કોઈ અજાણ નથી. તેમ છતાં મેડીકલ સ્ટોર્સ ધારકોના મતે યુવાનો મલ્ટી
ટેબ્લેટની ગોળીઓ લેવા આવતા હોય છે. સામાન્યપણે નવરાત્રિ દરમ્યાન મલ્ટી ટેબલેટ
ગોળીઓ વધારે પ્રમાણે એડવાન્સમાં લઈ જાય છે. અને જ્યારે ભૂખ લાગ્યે ત્યારે આ ગોળીઓ
ખાતા હોય છે. તેમ જણાવતાં હોય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની
ગોળીઓનું સેવન કરનારા ખેલૈયાઓ મોટા પ્રમાણમાં ગોળીઓ એકસાથે લે છે. જેથી મેડીકલ
સ્ટોર્સ માલિક પણ નફો રડવાની લાલચે પૂછપરછ કરતો નથી. અને વગર ડોક્ટરના લખાણે આપી
દેતા હોય છે.
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં વાપી
શહેર ખાતે ખુલ્લેઆમ યુવાનો મલ્ટી વિટામિનયુક્ત ગોળીઓ ખાંતા નજરે દેખાઈ
રહ્યાં છે. મળતી માહિતી મુજબ, બજારોમાં આ ગોળીઓનો ભાવ પ્રતિ ગોળી દીઠ એક રૂપિયાથી
લઈને દસ રૂપિયા ચાલે છે.
જોકે આ બાબતે અનેક ખેલૈયાઓ જણાવે છેકે જે લોકો આ પ્રકારની શક્તિદાયક મલ્ટી વિટામિનયુક્ત ગોળીના સહારે માં અંબેની આરાધના કરતા હોય છે તેમને માટે ગરબો માત્ર ડાન્સીંગ અને પોતાની જાતને લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનું સવિશેષ પ્લેટફોર્મ છે. અને પરંતુ ધાર્મિક ભાવે રમાતા ગરબામાં માં ્અંબા જ તમને શક્તિ પ્રદાન કરતી હોય છે. બસ અહીં ફર્ક માત્ર શ્રદ્ધાનો છે.( તેજસ દેસાઈ, રિપોર્ટર, વાપી )
જોકે આ બાબતે અનેક ખેલૈયાઓ જણાવે છેકે જે લોકો આ પ્રકારની શક્તિદાયક મલ્ટી વિટામિનયુક્ત ગોળીના સહારે માં અંબેની આરાધના કરતા હોય છે તેમને માટે ગરબો માત્ર ડાન્સીંગ અને પોતાની જાતને લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનું સવિશેષ પ્લેટફોર્મ છે. અને પરંતુ ધાર્મિક ભાવે રમાતા ગરબામાં માં ્અંબા જ તમને શક્તિ પ્રદાન કરતી હોય છે. બસ અહીં ફર્ક માત્ર શ્રદ્ધાનો છે.( તેજસ દેસાઈ, રિપોર્ટર, વાપી )
Article Written By