ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સરદારની ઓળખ પામશે આ બ્રીજ !!

સરદાર વલ્લભાઈ પટેલના નામે ઓળખાય આ બ્રીજ 









જ્યારે તંત્ર દ્રારા વિકાસના કામો હાથે લેવાય ત્યારે તેનો ભોગ પ્રજા બની જાય છે. જ્યાં સુધી વિકાસના કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રજાને ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે.  છેલ્લા અનેક વર્ષથી વિધાનગરમાં જનતા ચોકડી પાસે કરમસદ તરફનો બ્રીજ બની રહ્યો છે. આ બ્રીજનું જ્યારે લોકાર્પણ થશે ત્યારે સોજીત્રા, તારાપુર તેમજ કરમસદથી આણંદ અને વિધાનગર તરફ આવતા જતાં લોકોને ઉપયોગી થશે. છેલ્લા અનેક વર્ષોથી આ વિસ્તારની પ્રજાએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ એક વહેતા થયેલા સમાચારે દરેકના મનમાં ખુશીની લાગણી ફેલાવી દીધી છે.

અમુક દિવસો પહેલા સમાચાર વહેતા થયા કે આ બ્રીજ 31મી ઓક્ટોમ્બરે જે સરદાર પટેલની જન્મજયંતિ છે તે દિવસે ખુલ્લો મુકવામાં આવશે. જેની અસરથી લોકોમાં ખુશી ફેલાઈ જવા પામી છે. તે સાથે લોક માંગ પણ ઉઠવા પામી છે. આ બ્રીજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવે.

આ બાબતે સીએનએ ન્યુઝ પોર્ટલ દ્રારા પંથકવાસીઓને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો જેમાં અનેક લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. મોટાભાગના લોકોની ઈચ્છા છેકે આ બ્રીજને સરદાર પટેલનું નામ મળશે તો લોકોની ખુશી ડબલ થઈ જશે.

લોકોની ઈચ્છા

અમુક લોકોએ નામ  પણ રજૂ કર્યા છે. જે પ્રમાણે સરદાર બ્રીજ, સરદાર સેતુ, વિઠ્ઠલભાઈ પટેલ, વીર સરદાર, સરદાર વલ્લભભાઈ પટેલ, એસવીપી યુનાઈટેડ રોડ, યુનાઈટેડ રોડ ઓફ રોયલ ગુજરાત જેવા નામ તંત્રને આપ્યાં છે. આ ઉપરાંત કરમસદના યુવાવર્ગ દ્રારા આ બાબતે ધારાસભ્ય અને કલેક્ટર સુધી લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. 

તો અમુક વર્ગ એવો પણ છે જે ઈચ્છે છે મહાગુજરાત આંદોલનમાં મહત્વનો ફાળો આપ્યો છે તેવા ભાઈલાલ ભાઈ (ભાઈ કાકા) નું નામ આ બ્રીજને આપવામાં આવે. સરદાર વલ્લભભાઈ પટેલને સરકાર સહિત અનેક લોકો છાશવારે યાદ કરતા રહે છે. પરંતુ ભાઈલાલ ભાઈ જેવું વ્યક્તિત્વ ભુસાઈ રહ્યું છે.

જ્યારે અમુક વર્ગ એવો પણ છે માને છેકે તંત્ર આ બ્રીજનું નામ સરદાર વલ્લભભાઈને નામે રાખે કે ન રાખે પણ જો પ્રજા આ બ્રીજને સરદારના નામની ઓળખ આપે તો તંત્રને નાછૂટકે પણ આ બ્રીજનું નામ સરદાર સાથે જોડવું પડશે.  
Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |