![]() |
વિકાસની ચાદર ઓઢી ગાઢ નિંદ્રામાં પોઢલુ તંત્ર |
વર્તમાન સમયમાં વિધાનગરના નાના બજારના વેપારીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે. નાના બજારના વેપારીઓ સાથે બહુ પ્રખ્યાત કહેવત બંધ બેસે છે આ કહેવત પ્રમાણે જ્યારે માલિકે ગધેડા જોડેથી જોરદાર કામ કરાવવું હોય તો ફોટા પ્રમાણે ગાજર આગળ રાખવાનું, ગધેડો ગાજરની લાલચે દોડતો રહેશે અને તમારું કામ થતું રહેશે. લોકશાહીમાં પ્રજા હમેશા માલિક હોય છે. પરંતુ અહીં ગાજર વેપારીઓએ નહીં પરંતુ તંત્રએ વેપારીઓને બતાવ્યું છે.
દિવાળી સમયે જ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહે ગટર લાઈન માટે વિધાનગરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ શરૂ થઈ ગયા હતા. તે વખતે નાના બજારમાં પણ ખોદકામ થયું હતું. તે વખતે અવાજ ઉઠ્યો હતો. સારા રસ્તા હોવા છતાં ગટર લાઈનની ગ્રાન્ટ પાસ થઈ હોવાના બહાને પાલિકા તંત્રએ સર્વત્ર ખોદાકામ શરૂ કર્યું છે તે કામકાજ દિવાળી પછી પણ કરવાની વેપારીઓમાં મૌખિક માંગ ઉઠી હતી. તેમ છતાં પાલિકાને જાણે વિકાસ રાતોરાત કરી દેવાની ઈચ્છા જાગી ગઈ હોય તેમ દિવાળીના મહિના અગાઉ ખોદકામ શરૂ કરીને લોકો પાસે સહયોગની અપેક્ષા રાખતું પાટીયું લગાવીને વેપારીઓના ધંધા પર પાણી ફેરવાની તૈયારી કરી દીધી હતી. અને હવે દિવાળી જ્યારે નજીક છે ત્યારે પણ દિવસ દમ્યાન ખોદકામ જેવી કામગીરી કરીને વધારે મુશ્કલીઓ પડી રહી છે. ઉપરાંત ઠેર ઠેર ભરાયેલા પાણી તેમજ કાદવ -કિચડ અને તૂટેલી પાણીની લાઈન અને બંધ ટેલિફોન વેપારીઓને દરેક ઠેકાણે મુશ્કેલીમાં મુકી દીધા છે.
જેની અસર વિકરાળ
બની જવા પામી છે. નવરાત્રિ દરમ્યાન વરસાદને કારણે વેપારીઓને ધંધો બરાબર થયો છે.
હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. અને બજારમાં થોડી ઘણા ગ્રાહકો જોવા મળી
રહ્યાં છે વિધાનગરનું નાના બજાર વિધાર્થીઓ સહિત શહરેવાસીઓને મનપંસદ બજાર રહેવા
પામ્યું છે. આ બજારમાં દરેક પ્રકારની ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ છે. જેથી લોકો અહીં વધારે
આવતા હોય છે. જેમાં પોતાના વતને જતાં વિધાર્થીઓ જતાં પહેલા કપડાં પણ ખરીદીને જતાં
હોય છે. આ ઉપરાંત શહેરીવાસીઓને પહેલી પસંદ નાના બજાર હોય છે.
વર્તમાન સમયમાં
નાના બજારની હાલત કફોડી છે. જેથી ગ્રાહકો નાના બજારમાં પ્રવેશ કરવો ઘણું કપરું બની
જવા પામ્યું છે. ગ્રાહકોની તકલીફ સમજીને નાના બજારના વેપારીઓ દ્રારા તંત્રની રાહ જોયા
વગર પોતાના હાથે પાવડા પકડીને સફાઈ અભિયાન હાથ ધરવાની ફરજ પડી હતી. રસ્તા વચ્ચે થયેલા ખોદાકામને કારણે પાણીની પાઈપો
તૂટી જવા પામી છે. જેથી વર્તમાન સમયમાં વગર વરસાદે પાણી ભરાય ગયા છે. ઉપરાંત
ખોદકામને કારણે ટેલિફોન લાઈનોને પણ અસર થવા પામી છે. જે કારણોસર અનેક વેપારીઓ અને
આ વિસ્તારના ટેલિફોન સેવા છેલ્લા અનેક દિવસોથી ઠ્પ્પ પડી ગયા છે. આ ઉપરાંત ઠેર ઠેર પાણી અને કાદવ કીચડના
કારણે નાના બજારમાં પાર્કિગની સાથે અવર જવરમા ભારે તકલીફ પડી રહી છે.
નાના બજારના
વેપારીઓના મતે વર્તમાન સમયમાં અમારા વેપારીઓની તકલીફને સાંભળનાર કોઈ જ નથી. આ
બાબતે લાગતા વળગતાં તંત્ર પોતાની જવાબદારી સ્વીકારીને અમારી મુશ્કેલી સમજીને તકલીફ
દુખ કરવામાં રસ લઈ રહ્યું નથી. તંત્રએ અમારી રોજીરોટીને અસર પહોંચાડી છે. વિકાસના
કામો થાય તે જરૂરી છે પરંતુ વગર વિચારે પ્રસંગોને નજરઅંદાજ કરીને ખોટા સમયે આ
પ્રકારે કામગીરી કરવી કેટલી યોગ્ય તે બાબતે તંત્રેએ વિચાર કરવાની પરવાહ કરી નથી.
વેપારીઓની ઈચ્છા
વેપારીઓની માંગ
છેકે તંત્ર સત્વરે રોડ રસ્તા ઠીક કરે. જરૂરી પૂરણ કામ કરીને રસ્તા ઠીક કરે તે
જરૂરી છે. જે પાઈપ લાઈન તૂટી ગઈ છે તેને સત્વરે ઠીક કરવામાં આવે. તંત્ર વર્તમાન
સમયમાં એક બીજા પર આંગળીઓ ચીંધીને પોતાની જવાબદારીથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી
રહ્યું છે. જેમાં મોટાભાગનો સમય વેડફાઈ ગયો છે. અને હવે જો વર્તમાન સમયમાં તંત્ર
જે કોઈ કામકાજ દિવસ દરમ્યાન કરી રહ્યું છે તેની સીધી અસર વેપારીઓ અને ગ્રાહકોને
પડી રહી છે. પરંતુ રાત્રિ દરમ્યાન જરૂરી કામકાજ કરીને રોડ રસ્તાને ઠીક ઉપરાંત
તૂટેલી પાણીની પાઈપ તેમજ ભરાયેલા પાણી તેમજ કાદવ કિચડની પ્રવર્તી રહેલી મુશ્કેલી દૂર થાય તે બાબતે તંત્રએ વિચારવાની તાતી
જરૂરિયાત છે.