ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

હાસ્ય કલાકારે સમજાવી ભષ્ટ્રાચારની ગંભીરતા

વાપી નજીક આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મોટા પોંધાએ 19મો એન.એસ.એસ કેમ્પ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે શરૂ થયો છે. 24મી ઓક્ટોમ્બરથી શરૂ થયેલો આ સ્પેશ્યલ કેમ્પેનીંગ પ્રોગ્રામ 30મી ઓક્ટોમ્બર સુધી ચાલશે. જેમા 26મી ઓક્ટોમ્બરના રોજ અંભેટી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એન.એસ.એસ કેમ્પમાં ટીવી અને સીરીયલના હાસ્ય કલાકાર રમેશભાઈ ચાંપાનેરીની ઉપસ્થિતિએ હાસ્યના રંગ પાથરી દેતા હતા. પરંતુ તે સાથે તેમણે ભષ્ટ્રાચાર અને આધુનિક જમાનામાં મા-બાપ અને બાળકો વચ્ચે વધી રહેલા અંતરને ધ્યાને રાખી વિધાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.


વાપી નજીક આવેલ મોટા પોંધા ગામ ખાતે આવેલી આર્ટલ એન્ડ કોમર્સ કોલેજ જનતા કેળવણી દ્રારા સંચાલિત છે. કોલેજ દ્રારા આ વખતે 17મો એન.એસ.એસ કેમ્પનું આયોજન થવા પામ્યું છે. અંભેટી ખાતે આવેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયેલ આ કેમ્પમાં 26મી ઓક્ટોમ્બરે હાસ્ય કલાકાર રમેશભાઈ ચાંપાનેરીની અતિથિ વિશેષ તરીકે આવ્યાં હતાં. જેમની હાજરીએ લોકોને હસતા કરી દીધા હતાં. વિધાર્થીઓને રસ પડે તેવા વિષયે ચર્ચા કરીને વિધાર્થીઓને હાસ્યરસમાં તરબોળ કરી દીધા હતા. તેમણે વિધાર્થીઓને પૌરાણિક ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યની વાતો કરી હતી. જેમાં અનેક દ્રષ્ટાંતો રજૂ કરીને રમૂજ કરી હતી . જેમાં ભષ્ટ્રાચાર અને આધુનિક યુગમાં માતા-પિતા અને બાળકો વચ્ચે વધી રહેલા અંતર જેવા મુદ્દે હાસ્ય સાથે ટકોર કરી હતી. આ ઉપરાંત તેમણે વાંસડી વગાડીને વિધાર્થીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા.



આ પ્રસંગે મોટા પોંધા કોલેજના પ્રોફેસર સતિષભાઈ પટેલ, પ્રતિમા બેન દેસાઈ તેમજ આશા બેન ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતાં. (તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |