![]() |
ચૂંટણી ટાંણે ચૂંટણી પૂર્વે પાળ્યું વચન !! |
દીવ દમણના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની સંકલ્પ શક્તિ કેટલી પ્રબળ છે અને પ્રજાને આપેલા બોલ પાળવામાં કટીબદ્ધ છે તેનું ઉદાહરણ નવરાત્રિની દશેરાએ આપ્યું હતું
દીવ દમણના સાંસદ લાલુભાઈ પટેલે ગત ચૂંટણી પહેલા નાની દમણના કોઠા પાટ શેરી તેમજ વરકુંડ મહ્યાવાંસી ફળિયાના લોકોને કોમ્યૂનીટી હોલનું વચન આપ્યું હતું. જેનું પાલન તેમણે નવરાત્રિ વખતે કર્યું. જેમાં તેમણે નાની દમણ ખાતે કોથાપાટ શેરીમાં રવિવારે દશેરાના દિવસે તેમના હસ્તે કોમ્યૂનીટી હોલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
સ્થાનીય નિવાસીઓના મતે છેલ્લા સાડા ચાર વર્ષમાં સાંસદ લાલુભાઈ પટેલ દ્રારા અનેક વિકાસના કામો થયા છે. જેનાથી મોટાભાગની જનતા ખુશ છે. પરંતુ અમારે કોમ્યૂનીટી હોલની તાતી જરૂરિયાત હતી. જેથી ગત ચૂંટણી પૂર્વે સાંસદે અમોને કોમ્યૂનીટી હોલનું વચન આપ્યું હતું. જેનો શિલાન્યાસ દશેરાના દિન થતાં લોકોમાં ભારે ખુશી છે.
મળતી માહિતી મુજબ, ભાજપના દમણ દીવના પ્રમુખ બી.એમ માછી, જીલ્લા પંચાયત સદસ્ય તરૂના બેન પટેલ, કોઠા પાટ શેરીના પ્રમુખ બુધિયાભાઈ તેમજ શેરીમાંથી મોટી સંખ્યામાં લોકો કોમ્યૂનીટી હોલના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. રૂપિયા 18 લાખના ખર્ચે આ કોમ્યૂનીટી હોલ બનશે. જે રકમની ફાળવણી સાંસદ નિધી ફંડમાંથી થઈ છે.
જોકે અમુક વર્ગ તેમ કહે છે કે ચૂંટણી ટાંણે જ ચૂંટણી પૂર્વ આપેલ વચન યાદ આવ્યું તેમાં કોઈ નવાઈની વાત નથી. લોકસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાવાની છે તે વખતે કરાયેલ માત્ર શિલાન્યસ પિક્ચરના પહેલો અંક છે. પરંતુ જે કોમ્યૂનીટી હોલનું શિલાન્યસ થયો છે. તે કાર્ય પૂર્ણ થાય તે જોવાનું છે. માત્ર શિલાન્યાસમાં જ સાંસદ સાડા ચાર વર્ષનો સમય લગાવી દીધો તે કહી શકાય કે આની પાછળ રાજનૈતિક ગણિત પણ હોઈ શકે. પરંતુ જો ચૂંટણી જીત્યા બાદ ગણતરીના દિવસોમાં જ આ કોમ્યૂનીટી હોલનું શિલાન્યાસ કરી દેવાની જરૂરિયાત હતી પરંતુ તેમ ન છતાં અંતે અંતે પણ આ શેરીની જનતાને કોમ્યૂનીટી હોલ મળી રહ્યો છે તે આનંદના સમાચાર છે.
( તેજસ દેસાઈ, રિપોર્ટર, દીવ દમણ )