દિવાળીના સમયે
સામાન્યપણે લોકો પોતાના વાસણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચમકાવાની મથામણમાં હોય છે. આ તહેવારનો લાભ લઈને દિવાળી અગાઉથી જ આ પ્રકારની ચાલબાજ ટોળકી સક્રિય
બની જાય છે. અને ઘરમાં એકલી રહેતી વ્યક્તિ તેનો પહેલો શિકાર બનતી હોય છે. આ
પ્રકારનો મામલો ખંભોળજ પોલીસ મથકે ઉજાગર થવા પામ્યો છે.
આણંદ તાલુકામાં આવેલ ખંભોળજ ખાતે બનેલી એક
ઘટનાએ અનેક લોકોને ચિંતામાં મૂકી દીધા છે. ખંભોળજ પોલીસ સ્ટેશનના ચોપડે 109ના ગુના
હેઠળ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે કહી શકાય કે ખુલ્લેઆમ સક્રિય બનેલી
આ લોકો સાથે છેતરપીંડી કરનારી ટોળકી અનેક
લોકો માટે ચિંતામાં વધારો કરી શકે છે.
મળતી માહિતી મુજબ, વાસણ ધોવાના પાવડર અને
લીક્વીડ વેચવાના બહાને છેલ્લા સપ્તાહથી (નવરાત્રિ દરમ્યાન ) આણંદ પંથકમાં કેટલાક
પરપ્રાંતિય હિન્દીભાષી વ્યક્તિઓ ફરી રહ્યાં છે. જેની જાણ ત્યારે થઈ જ્યારે ગઈકાલે સોમવારે એક શખ્સે એક મહિલાની બંગડીઓ લેવા
માટે છેતરપીંડીનો સહારો લીધો. જોકે આ મામલો ઉજાગર થતાં જ સ્થાનીય લોકોએ ખભોળજ પોલીસને હવાલે કર્યો હતો. જેમાં પોલીસે પકડાયેલા
પરપ્રાતિય ઈસમ વિરુદ્ધ 109 મુજબ ગુનો
નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્ર માહિતી
આ પરપ્રાતિય વ્યક્તિ, પ્રદિપ જાદવ જે
બિહારનો રહેવાસી છે તે અન્ય એક વ્યકિત સાથે બપોર દરમ્યાન અરવિંદભાઈ કેબલવાળાના ઘરે
આવ્યો હતો. તેમના ઘરે તેમના માતા એકલા હતા
તે વખતે વાસણ ધોવાનો પાવડર લઈને આવ્યો છે તે પ્રકારનું બહાનું બતાવીને ઘરમાં દાખલ
થવામાં સફળ થઈ ગયો હતો .તે સાથે આ પાવડરથી
વાસણો એકદમ ચકચકીત બની જાય તે પ્રકારની લાલચો આપીને મહિલઓ પાસેથી વાસણો, ઘરેણા,
કિંમતી ભગવાનની મૂર્તિઓ ધીરે ધીરે બહાર કઢાવાનું શરૂ કરાવે છે. હે તે પ્રકારે આ
ઈસમે અરવિંદભાઈના ઘરે તેમની માતા એકલા હોવાથી તેમની પાસે બે વાસણો સાફ કરી આપવાની
વાત કરી હતી. જેથી અરવિંદભાઈની માતાએ બે વાસણો કાઢીને તેને સાફ કરવા આપ્યાં હતા.
તે દરમ્યાન ઘરમાં હલચલ જોઈને તેમના પાડોશીઓનું ધ્યાન આ શંકાસ્પદ ઈસમ તરફ જવા
પામ્યું હતું. જેમાંના એક પાડોશી બહેન તુરંત આવી પહોંચ્યા હતા. અને ઘરમાં આવી પહોંચેલા
બન્ને વ્યક્તિઓને ખખડાવ્યાં હતાં. અને મામલો વધારે શંકાસ્પદ બની જતાં સ્થાનીય
નિવાસીઓ દ્રારા પોલીસને બોલાવાની ફરજ બની ગઈ હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે
આવી પહોંચી હતી. અને આ હિન્દીભાષી વ્યકિતઓને પોલીસ સ્ટેશને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી
કરવાના ભાગરૂપે 109ની કલમ હેઠળ ગુનો નોંધી ને રવાના કરી દીધા હતાં.
કોણ બને છે શિકાર
મળતી માહિતી મુજબ, આ પ્રકારની છેતરપીંડી
કરનારી ટોળકી બપોરના સમયે ગૃહિણીઓ ઘરે એકલી હોય ત્યારે પાવડરની કોથળીઓ અને બોટલો
લઈ નીકળી પડે છે અને જણાવે છે કે અમે કંપનીની જાહેરાત કરવા આવ્યા છીએ તેમ કહી તેઓ
તાંબા, પિત્તળના વાસણો ચકચકીત કરી આપે છે. અને પછી ઘરેણાં તથા ભગવાનની મૂર્તિઓ પણ
ચકચકીત કરી આપવાની વાતો કરે છે. અને એ વખતે ઘરેણાં તફડાવી ભાગી જાય છે.
કેવી રીતે કરે છે છેતરપીંડી
ખંભોળજ પોલીસ સ્ટેશનમાં જે ઈસમ વિરુદ્ધ
ફરિયાદ નોંધાઈ છે તેણે અરવિંદભાઈના ઘરે તેમની માતાને કહ્યું હતું કે આ પાવડરથી
તમારી સોનાની બંગડીઓ પણ ચોખ્ખી થઈ શકે છે. આમ કહી તેઓ ઘરમાં દાખલ થયા હતાં. અને એક
કુકરમાં બંગડી મુકવાની સ્ટાઈલ મારી સેરવી લેવાની કોશિષ કરી હતી. આ વખતે સામેના એક
મકાનમાં રહેતા મુદુલાબેન આ બાબતે સજાગતાથી જોઈ રહ્યાં હતાં. એટલે તેઓ સીધા ઘરમાં જ
આવી ગયા હતા. અને ઓય આ શું કરે છે , બંગડીઓ મુકી દે તેમ કહીને ધમકાવ્યો હતો. આ
દરમિયાન આ બન્ને જણ જાણી ગયા હતા કે હવે આવી બનશે એટલે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
જોકે એ દરમ્યાન સ્થાનીય લોકોએ બિપિન જાદવને ઝડપી લીધો હતો અને તેને ખંભોળજ પોલીસને
હવાલે કરી દીધો હતો.
Article Written By