વાપી નેશનલ હાઈવ નંબર આઠ પર આવેલા મોરાઈ ફાટક અકસ્માતો માટે ખ્યાતનામ છે. તેમાં એક વધુ અકસ્માતનો ઉમેરો આજે બુધવારે બપોર દરમ્યાન થવા પામ્યો છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વાપી નેશનલ હાઈવે નંબર આઠ પાસે આવેલ મોરાઈ
ફાટક ખાતે બપોરના સમયે મેમુ ટ્રેન આવતી હોવાથી ફાટક બંધ અવસ્થામાં હતો. જે કારણોસર
અનેક લોકો ફાટક ખુલ્લે તેની રાહ જોઈને ફાટક પાસે પોતાના વાહનો લઈને ઉભા હતાં.
પરંતુ કોઈ ને પણ ખ્યાલ ન હતો કે પલભરમાં ફાટક પાસે આવેલી યમરાજ સમાન એક પ્રાઈવેટ
કંપનની બસ મોતના તાંડવ જેવી સ્થિતિ પેદા કરશે.
મળતી માહિતી મુજબ, લોકો જ્યારે ફાટક પાસે
ફાટક ખુલ્લે તેની રાહ જોઈને ઉભા હતા. તે દરમ્યાન અચાનક વેલસ્પન કંપનની બસ પોતાના
કર્મચારીઓ ભરીને આવી રહી હતી . તેની બ્રેક ફેઈલ થઈ જતાં તે ફાટક પાસે ઉભેલા વાહન
ચાહરો સાથે અથડાઈ હતી. જેથી પાંચ જેટલા બાઈકચાલકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં એક
વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ
પહોંચી હોવાથી તાત્કાલિક 108ની સેવા લઈને હરિલા હોસ્પિટલ દાખલ કરવાની ફરજ પડી હતી.
લોકોના મતે આ અકસ્માત એટલો ભયાનક હતો કે
બસની ટક્કર થયા બાદ બાઈકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. કામદારોને લઈને જઈ રહેલી બસ
ન.જી જે 8 એક્સ 9669નો બસચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે. આ ઉપરાંત આ અકસ્મતા બાદ
અમુક લોકો એમ પણ જણાવી રહ્યાં છેકે બસનો ચાલક પોતાની બસ ચાલુ રાખીને જતો રહ્યો હતો
અને અચાનક બસ ચાલુ થઈ ગઈ હતી. જે કારણોસર આ અકસ્મતા સર્જાયો છે. જોકે સત્ય શું છે
તે બાબતે પોલીસ તપાસથી બહાર આવશે. પરંતુ આ અકસ્મતા બાદ પોલીસે ફરિયાદ નોંધીને
આગળની કાર્યવાહી હાથ ધરી છે.( તેજસ દેસાઈ, રિપોર્ટર, વાપી )
Article Written By