![]() |
મળતી માહિતી
મુજબ, આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ તાલુકા મથક મુખ્યત્વે વર્ષો જૂના ચંદ્રમૌલેશ્વર
મંદિરને કારણે જાણીતું છે. પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર છે કે આ મંદિરની સામે જ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો સ્મારક આવેલો છે. તિરંગાના રંગે રંગાયેલા આ સ્મારકમાં ગાંધીજીના સુવિચાર લખાયેલા છે. જેમાનો એક વાંચો.
“હૈ ભગવાન,
તું ત્યારે જ વ્હારે આવે છે જ્યારે માણસ
અત્યંત નમ્ર બની તારૂં શરણ લે છે. મને આશા છેકે હિંદુસ્તાનમાં જોઈએ એટલા
સત્યાગ્રહી હશે જેને વિષે આમ લખાશે - એણે ક્રોધ
કર્યા વિના અને અબુધ હત્યારાઓને માટે પણ પ્રાર્થના કરતાં કરતાં બંદૂકની ગોળીઓ ખાધી "
ઉમરેઠવાસીઓના મતે સ્મારકને જાણે તંત્ર ભુલી ગયું છે. કોઈ મુલાકાત લેવા પણ આવતું નથી. કદાચ સ્મારકની જગ્યાએ ગાંધીજીની પ્રતિમા મૂકવાની જરૂર હતી. જાણે ગાંધીના અસ્થીના ફૂલનું મહત્વ કોઈને દેખાતું નથી. સ્મારક પર લખાયેલા ગાંધીજીના સુવિચાર વર્તમાન પરિસ્થિતિથી તદ્દન વિપરિત છે. જે ગાંધીજીએ સત્યાગ્રહીની કલ્પના કરી હતી. અને જે સહનશીલતાની જે આ સ્મારકમાં ઉલ્લેખ કર્યો છે. તે બતાવે છે કે ગાંધીજીએ કેવા ભારતનું સ્વપ્ન જોઈ હશે.
યુવા પેઢીના મતે
સ્મારકની આજૂબાજૂ હાઈસ્કૂલ આવેલી છે. સ્મારક જે સ્થાને ત્યાં અવરજવર રહેતી હોય છે.
વર્ષોથી દરેક જણ સ્મારકની જગ્યાનો ઉપયોગ બેસવા, ઉઠવા માટે કરે છે. ઉપરાંત તે વિસ્તારના
રહેવાસીઓ આ ચોતરે બાજરી,ઘઉં જેવા પાકની સુકવણી કરે છે. પરંતુ કોઈ ખાસ દિવસે ઉમરેઠ ખાતે આ સ્મારક પાસે કોઈ આયોજન કે પુષ્પાજંલી અર્પણ થયું હોય તેમ જણાયું નથી. જોકે તેમના મતે ઉમરેઠ શહેરમાં ગાંધીવાદી રહ્યાં
નથી. તેથી જ કદાચ આ સ્મારકનો અનાદર થઈ રહ્યો છે.
જાગૃત નાગરિકોના મતે ગાંધીજીના મૃત્યુ બાદ તેમની અસ્થીનું ફૂલ લાવી એક સ્મારક ઉમરેઠ ખાતે બનાવવામાં આવ્યુ હતું. જેની નોંધ હાલમાં કોઈ લેતુ નથી ચરોતર સહિત સમગ્ર રાજ્ય કે દેશમાં ગાંધી જયંતિ કે ગાંધીજીની પૂણ્યતિથિના દિવસે લોકો ગાંધીજીના બાવલા કે પછી સ્મારકપાસે જઈ તેમને પુષ્પાંજલી અર્પણ કરે છે, પરંતુ અમારા ઉમરેઠ ગામમાં કોઈ ગાંધીવાદી રહ્યો નથી કે જે વર્ષમાં બે દાહડા પણ આ ગાંધીજીના સ્મારક પાસે જઈ તેમને યાદ કરે…!
જોકે દર વર્ષે ઉમરેઠ શહેરના અમુક ગણ્યાં ગાઠ્યાં સિનિયર સીટીઝનો દ્રારા ગાંધીજીના સ્મારકે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે. પરંતુ જીવનભર રાજનીતિ કરનારા અગ્રણીઓ અને સમાજસેવાના દાવા કરનારો વર્ગ આ સ્મારકે ન આવીને મોટો અનાદર કરે છે.
![]() |
ફોટો - રિતેષ પટેલ |
Article Written By Rakesh Panchal.
Published By CNA Team, Editor.Charotar@gmail.com