
સવારે છાપું
ખોલવાની સાથે ટચુકડીની મધ્યમાં છપાતી જાતીય સુખ માટેની લોભામણી ખુલ્લેઆમ જાહેરાતને
વર્તમાન સમયમાં હાઈપ્રોફાઈળ ફ્રેન્ડશીપ ક્લ્બ નામ આપી દેવામાં આવ્યું છે. મળતી
માહિતી મુજબ, છાંપામાં લખેલા નંબરે તમે ફોન કરે એટલે સામી તરફ કોઈ લેડીઝ કે
જેન્ટસનો અવાજ આવે છે. જે તમને રજીસ્ટ્રેશન માટ રૂ. 1500થી 2500 વચ્ચે નક્કી કરેલી
રક્મ જણાવશે. જેની માટે તમને કોઈ બેંકનો એકાઉન્ટ નંબરમાં રૂપિયા જમા કરાવાની વાત
કરશે. તે સાથે જણાવશે કે અમારી હાઈપ્રોફાઈલ સમાજ આપનારી કંપની સાથે જોડાશો તો રજીસ્ટ્રેશન
કરાયા બાદ તમને એક સમાજે 15000 રૂપિયા જેવી આવક થશે. જેમાં તમને હાઈ પ્રોફાઈલ લેડીઝ
મસાજ કરશે તદ્દઉપરાંત તમને હજારો રૂપિયાથી માલામાલ કરતી જશે.
આ પ્રકારની લોભામણી
જાહેરાત અને વગર મહેનતે આવી રહેલા અધધધ રૂપિયા કોઈ પણ જવાનીયાને લલચાવી દે તે
સ્વાભાવિક વાત છે. પરંતુ જાગૃત ફેલાવનારો
સમાજનો ચોથો પાયો એવું અખબાર જગત પણ જાણે પોતાની જવાબદારી ભુલીને આંખ આડા કાન કરી
રહ્યું છે. જોકે હવે તંત્ર જ આ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ લાવી શકાય તે
પ્રકારની કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે. અખબારો
ટચૂકડી વિભાગના ખૂણામાં “
અખબારને છપાયેલી જાહેરાતો માટે જવાબદાર નથી તેમ
લખીને છટકી જાય છે. પરંતુ ખરા અર્થમાં સમાજનો યુવાવર્ગ છેતરાય છે.
જાગૃત નાગરિકોના
મતે અખબારોએ પોતાના નૈતિક જવાબદારી સમજીને આ પ્રકારની જાહેરાતોને પ્રોત્સાહીત ન
કરવી જોઈએ. તે માટે અખબારોએ પોતાને નિર્ણય કરવાનો છે. પરંતુ તંત્ર ઈચ્છીએ તો
જિલ્લા તંત્ર કે રાજ્ય સ્તરે આ પ્રકારનો નિર્ણય લાવી શકે. જેનાથી યુવાવર્ગને અવળે રસ્તે અને છેતરાતા
અટકાવી શકાય. જોકે અમુક વર્ગ કહે છે કે માની લો કે તમારી પાસેથી પૈસા લઈને તમને
કહ્યાં પ્રમાણે કામ આપે તો પણ આ તો ખુલ્લે ખુલ્લી વૈશ્યાવૃતિ જ છે. અને તો આ
પ્રકારની જાહેરાતો કોઈ કાળે યોગ્ય નથી.
એવું જ નથી કે માત્ર યુવાનો જ હાઈ પ્રોફાઈલ ફ્રેન્ડશીપ
ક્લ્બમાં રસ લે છે. પરંતુ આ ગોરખધંધામાં નોકરીયાત પુરૂષ વર્ગ વધું છેતરાઈ રહ્યો
છે. પોતાની નક્કી માસિક આવકમાંથી થોડા ઘણા રૂપિયા આપીને કઈંક શરીર સુખ મળી જશે
તેની આશાએ રૂપિયા આપી દેતા ખચકાતાં નથી. જે કારણોસર આ ગોરખધંધાને વધુને વધુ
પ્રોત્સાહન મળી રહ્યું છે. જેથી વર્તમાન સમયમાં મોટા મોટા દૈનિક અખબારો આ પ્રકારની
જાહેરખબરનો ઢગલો પથરાઈ રહ્યો છે.
નંબર અલગ પણ વાત
સરખી
તમે જ્યારેબેંકમાં પૈસા ભરવા જાઉં ત્યારે અમને ફોન કરજે. ત્યારે તમને બેંક એકાઉન્ટ નંબર આપીદેવામાં આવશે. જેવા તમે કહ્યાં પ્રમાણે બેંક એકાઉન્ટમાં રૂપિયા ભરી દેશો. તેનીગણતરીની મિનિટમાં જ કોઈ લેડી તમને લાડી લઈને આવશે. અને બસ ફક્ત તમારે તેની સાથેમોજ, મજા મસ્તી જ કરવાની છે. અને જતાં જતાં તમને પૈસા પણ આપીને જશે.
છેતરપીંડીનો ભોગ બનેલા લોકોના મતે
ભોગ બનેલાના લોકોના મતે આ બાબતે પોલીસ ફરિયાદ નકામી છે કારણે કે છેતરાયા બાદ પોલીસ પાસે જઈએ એટલે બધી જ વિગતો આપી પડે. પોલીસ તપાસ થાય તે પહેલા તો ઘરવાળાને જો ખબર પડે કે આ પ્રકારે વાસનામાં ભૂખ્યાં થઈને રૂપિયા વેડફી નાંખ્યા છે તો પછી ઘરવાળાઓ હાલત ખરાબ કરી નાંખે.
છેતરપીંડીનો ભોગ બનેલા લોકોના મતે
ભોગ બનેલાના લોકોના મતે આ બાબતે પોલીસ ફરિયાદ નકામી છે કારણે કે છેતરાયા બાદ પોલીસ પાસે જઈએ એટલે બધી જ વિગતો આપી પડે. પોલીસ તપાસ થાય તે પહેલા તો ઘરવાળાને જો ખબર પડે કે આ પ્રકારે વાસનામાં ભૂખ્યાં થઈને રૂપિયા વેડફી નાંખ્યા છે તો પછી ઘરવાળાઓ હાલત ખરાબ કરી નાંખે.