વર્ષ 2013ની
બકરી ઈદના દિને કરજણ તાલુકાના સાસરોદ ગામે થયેલી ઘટનાએ અનેક લોકોના દિલ દુભાવ્યાં
છે. જોકે મનાઈ રહ્યું છેકે આ એક ષડયંત્રના ભાગરૂપે સમજી વિચારીને કરાયેલું આયોજન
હતું. પરંતુ પોલીસે જીવના જોખમે પણ કાર્યવાહી કરી હતી. જેમાં છ જેટલા પોલીસ જવાન
જખ્મી થયાં છે.
મળતી માહિતી
મુજબ કરજણ તાલુકાના સાસરોદ ગામે બકરી ઈદના દિવસે અંદાજે સાઈઠ ગાયોની કતલ કરવામાં આવનાર હોવાની બાતમી મળ્યા
બાદ તપાસ કરવા માટે ગયેલા પોલીસ કાફલા પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. જે માટે
ગૌરક્ષકો અને પોલીસ અધિકારીઓની ટીમ સવારના સમયે ચેકીંગ માટે ગઈ હતી. પરંતુ આ
ચેકીંગને અસફળ બનાવા માટે અનેક લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. અને જેમાં પોલીસ પર
હુમલો તેમજ વાહનને પણ આગ ચાપી દેવામાં આવી હતી.
જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ
છોડીને પોતાનો બચાવ કર્યો હતો. આ ઘટનાની જાણ ગુજરાતમાં સાંજ સુધીમાં ફેલાઈ જતાં
અનેક લોકોની લાગણી દુભાઈ છે. અને તેમણે આ બાબતે સખ્ત વિરોધ નોંધાવ્યો છે.
લોકોના મંતવ્યો અને તરતપાસ
લોકોના મતે ગૌ-હત્યા પ્રતિબંધનો કડક કાયદો
બને. અને તેનું અમલીકરણ થાય તે જરૂરી છે. સુત્રો
પાસેથી મળતી માહિતી મુજબ, બકરી ઈદના દિવસે આ પ્રકારની ઘટના એક મોટું કાવતરૂં છે
અને આ સંદર્ભે તપાસ થવી ઘણી જરૂરી છે. બકરી ઈદની આડમાં ધાર્મિક ભાવનાને ભડકાવાનો
નિષ્ફળ પ્રયાસ થયો છે.
આ ઘટના બાદ અનેક લોકોની લાગણી દુભાઈ છે. પરંતુ રાજરમત રમનારાઓની આ રમત ખોટી પડી છે. લોકોએ ધૈર્ય રાખીને પોતાનો વિરોધ રજૂ કર્યો છે. અને જાગૃત જનતા ઈચ્છી રહી છે કે ગૌ હત્યા પ્રતિબંધની સાથે કડક કાયદાનું અમલીકરણ પણ જરૂરી છે. બકરી ઈદ જેવા પવિત્ર તહેવારે સામુહિક કત્લેઆમ કરવાનું આયોજન પહેલાથી જ નક્કી હતું .પોતાના અંગત સ્વાર્થ સિદ્ધ કરવાના હેતુસર આ પ્રકારે ગાયને આડે પોતાની રમત રમી હોય તેમ સુત્રો જણાવી રહ્યાં છે. અને આ બાબતે તપાસ થાય તે જરૂરી છે. જો સમગ્ર ઘટનાની તપાસ જીણવટપૂર્વક થાય તો અનેક મોટા માંથાની સંડોવણી છતી થાય તેમ છે.

Article Written By