ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

દરેક બજાર મંદ, પરંતુ જ્યોતિષ બજાર તેજ

એક યોગીની ધારણા અને સ્વપ્નને આધારે અને વિશ્વાસે જે દેશની સરકાર સોનાની શોધખોળમાં લાગી જાય. આ ઉપરાંત મોંઘવારી મુદ્દે કંટાળીને જે દેશના વડાપ્રધાન જ્યોતિષને સહારે લૂલો બચાવ કરતા ભુતકાળમાં દેખાયા હોય. તે દેશમાં હજૂ પણ વર્તમાન પેઢી પર જ્યોતિષની શું અસર છે તે ઉપરાંત વધી ગયેલી મોંઘવારીની કેટલી અસર જ્યોતિષ ક્ષેત્રમાં થઈ છે તે બાબતે જાણવાનો પ્રયાસ થયો.

મોંઘવારી અને જ્યોતિષ  ( દિવાળીને ધ્યાને રાખી કરાયેલા પ્રશ્નો ) 


વર્ષ દરમ્યાન સતત વધી રહેલી મોંઘવારી અને તેની ઉપર ઓક્ટોમ્બર મહિના સુધી લંબાયેલા વરસાદે ખેતીને અનેક નુકસાન પહોંચાડ્યું છે. જેની સીધી અસરથી બજારોમાં આ વખતે દિવાળીની ખરીદારી નીકળે તેની શક્યતાઓ ઘણી છે. તેવી પરિસ્થિતિમાં જ્યોતિષ પંડિતોને મોંઘવારીની કેટલી અસર થશે તે બાબતે પૂછવામાં આવ્યું જેમાં અનેક જ્યોતિષ જણાવી રહ્યાં  છેકે આ વખતે દિવાળીની ખરીદારીમાં દરેક ધંધાને માઠી અસર પહોંચી છે, પરંતુ લોકો તેમના અન્ય ખર્ચોમાં કરકસર કરીને પણ  દિવાળી દરમ્યાન જ્યોતિષ કાર્યમાં રૂચિ દાખવશે. પરંતુ આ વખતે ગત વર્ષની સરખામણીમાં જ્યોતિષ વિધી અને પૂજા-પાઠમાં 100 ટકાનો વધારો થવા પામ્યો છે. પહેલા યજમાન તરફથી દક્ષિણામાં એક હજાર રૂપિયા મળતા હતા. હવે યજમાન તરફથી મોટાભાગે બે હજાર કે પચ્ચીસો રૂપિયા સુધી મળી જાય છે. તેમ છતાં આ કોઈ નક્કી દક્ષિણા નથી. તે યજમાનની ઈચ્છા પર નિર્ભર છે. પરંતુ પૂજા-પાઠ અને વિધીમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે જેથી જે હવન કે પૂજા પાઠનો ખર્ચ ડબલ થઈ ગયો છે. 

આધુનિક્તા અને પૂજા પાઠ 


આધુનિક્તા તરફ જઈ રહેલા લોકો હજૂ પણ દિવાળી સમયે ચોપડા પૂજનને સવિશેષ મહત્વ આપી રહ્યાં છે તેમાં કોઈ ખોટ વર્તાઈ નથી. મોટાભાગે ઓફિસ અને દુકાનદારો પાસે કોમ્પ્યૂટર આવી ગયા છે. જેથી હિસાબ કિતાબ મોટાભાગે કોમ્પ્યૂટરમાં જ થાય છે. તેમ છતાં લોકો કોમ્પ્યૂટરની સાથે પ્રસાદીનો ચોપડો મૂકીને ચોપડા પૂજન સંપ્રૂણ વિધી સાથે કરાવે છે. 

જ્યોતિષશાસ્ત્રનો વ્પાપ્ત


વર્તમાન સમયમાં જ્યોતિષ શાસ્ત્ર દરેક સુધી પહોંચ્યું છે. તેનુ કારણ પણ કોમ્પ્યૂટર અને ઈન્ટરનેટનો વધી રહેલો વપરાશ છે. લોકો પોતાનું ભવિષ્ય, જન્મ કૂંડળી તેમજ ગ્રહ દશામાં જરૂરી પૂજા પાઠ જેવી સામાન્ય માહિતી પોતાની જાતે જ શોધી લે છે. અને ત્યાર બાદ યોગ્ય વિધી કે પૂજા પાઠ માટે પંડિતનો સંપર્ક કરે છે. જેથી હવે માત્ર પંડિત બોલે ને યજમાન સાંભળે તેવી જુની પરંપરા રહી નથી. કારણે હવે જ્યોતિષ શાસ્ત્ર દરેક સુધી પહોંચ્યું છે. જે લોકોના હિતમાં છે.

ખાસ અનુભવ


નડિયાદના કથાકાર કનુભાઈ શાસ્રીના મતે જ્યોતિષ હમેશા સાચું હોય છે પરંતુ જ્યોતિષી ખોટો હોઈ શકે. વર્તમાન પેઢી જ્યોતિષ પ્રત્યે જાગૃત બની છે. નવી પેઢીની  વિધી તેમજ પૂજા પાઠ પ્રત્યેની શ્રદ્ધા અંગે પોતાનો અનુભવ વાગોળતા કથાકાર કનુભાઈ શાસ્ત્રી જણાવી રહ્યાં છે કે અમે અનેક શ્રાદ્ધ વિધી માટે નર્મદા નદીને કિનારેએ જતા હોઈએ, જેમાં અમુક વખતે એવું પણ બને છેકે તેમના પૌત્રોને તેમના પરદાદા, કાકા કે ફોઈના નામ યાદ હોતા નથી. તેવી પરિસ્થિતિમાં યજમાનને લાગે કે તે શ્રાદ્ધ વિધી સફળ બનશે કે નહીં. ત્યારે હમેશા હું કહું છે કે આ શ્રદ્ધાનો વિષય છે. જ્યારે રસ્તામાં કોઈ તમને કશું કહી જાય તો તમને તેની પ્રતિક્રિયા આપી છો પરંતુ તે સમયે  સામેવાળાનું નામ પણ જાણતા નથી. તેવી પરિસ્થિતિમાં આ સંદર્ભે જોઈએ તો ખાસ કાર્ય અર્થે મંત્રોનું કરાયેલું ઉચ્ચારણ ત્યારે વ્યર્થ જતું નથી. તેની અસર ચોક્કસ થાય છે. 

મંતવ્યો


આ ઉપરાંત જ્યોતિષશાસ્ર અંગે વધારે જણાવે છે કે કર્મકાંડ કોઈ અનુમાનો પર આધારિત નથી. પરંતુ તેની પાછળ ચોક્કસ વિજ્ઞાન હોય છે. જેમ માટી એક જ્ઞાન છે. પરંતુ તેમાથી બનેલું માટલું અને વસ્તુઓ વિજ્ઞાન છે. તેવી જ રીતે જ્યોતિષને પણ શાસ્ર કે જ્યોતિષ વિજ્ઞાન તરીકેનો ઉલ્લેખ થાય છે. જેના પ્રયોગથી દેવી – દેવતાઓ ને ગ્રહની શુભ-અશુભ અસરો વધારે કે ઘટાડીને તેની ફળપ્રાપ્તિ થઈ શકે છે. અમુક વખતે એવું પણ બને છેકે જ્યારે અમે શ્ર્લોકનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ ત્યારે યજમાન અમારી સાથે જ શ્ર્લોકનું ઉચ્ચારણ કરતા નજરે પડે છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવતા યજમાનો અમુક વખતે જોવા મળે છે. તેમ છતાં તેઓ પંડિત મારફેત વિધી કે પૂજા પાઠ કરાવે છે તે તેમની શ્રદ્ધા છે. 

વર્તમાન સમયમાં ધર્મના નામે ધતિંગ પણ વધી ગયા છે. અને તે પ્રકારના લોકોથી સાવચેત રહેવાની તાતી જરૂરિયાત છે. આ પ્રકારનો લોકો મુખ્ય શિકાર મહિલા વર્ગ વધારે બનતી હોય છે. તેવી પરિસ્થિતમાં મહિલાઓએ ખાસ  ધ્યાન રાખવું જોઈએ અને  આ ઉપરાંત કર્મો પર વિશ્વાસ રાખીને પોતાનું ધર્મ કાર્ય પોતાની જાતે જ કરવાનો આગ્રહ હમેશા રાખવો.  રામચરિત માનસમાં પણ કર્મ ફળનો સંદેશ આપવામાં આવ્યો છે.
All right reserved by : ચરોતરનો અવાજ |