![]() |
નડિયાદ પશ્ચિમ પોલીસની બિરદાવાલાયક કામગીરી |
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સોમવારે 21મી ઓક્ટોમ્બરના રોજ પોલીસના હાથે મોબાઈલ ચોરનો રીઢો ગુનેગાર પકડાયો હતો.આ અગાઉ આ ઈસમ મોબાઈલ ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. આ વખતે ચાલુ વર્ષે મે મહિનામાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ચોપડે લખાયેલ મોબાઈલ ચોરીની ફરિયાદ મામલે નડિયાદના પવનચક્કી વિસ્તારમાં રહેતા અમિત ઉર્ફે પપ્પુની સંડોવણી ઉજાગર થવા પામી છે. જેથી આ મામલે આ ઈસમ વિરુદ્ધ ઈપીકો કલમ 379 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી યુવતીએ પોતાનો મોબાઈલ ઘરના બેઠક રૂમની
બારી આગળ રાત્રિ દરમ્યાન ચાર્જિંગ માટે મૂક્યો હતો. તે દરમ્યાન આ ઈસમે આ મોબાઈલની
ચોરી કરી લીધી હતી. જેની કિંમત અંદાજિત
કિંમત ત્રીસ હજાર જેટલી હતી. મોબાઈલ ચોરી થયો છે તેની જાણ સવારે છ વાગ્યે થવા પામી હતી, મોબાઈલ ચોરી થયા બાદ બીલના અભાવે લેખિત ફરિયાદ થઈ ન હતી. પરંતુ મોબાઈલ બોક્સ ઉપર લખેલા IMEI નંબરને આધારે પોલીસ ચોપડે 30મી સપ્ટેમ્બર, 2013ના રોજ લેખિત ફરિયાદ થવા પામી હતી. ત્યાર બાદ નડિયાદ પશ્ચિમ પોલીસે આ મામલે તપાસ આદરી હતી.જેમાં થોડા સમયમાં જ આ મામલે સફળતા મેળવી લીધી છે. જોકે આ ચોરી થયા બાદ તેની ફરિયાદ અનેક મહિનાઓ બાદ થવા પામી હતી.
જોકે ફરિયાદી યુવતીને આ મોબાઈલ ગિફ્ટમાં
ગયો હતો. જે કારણોસર લેખિતમાં બીલ ન હતું . જેથી પોલીસ ફરિયાદમાં મોબાઈનો IMEI
નંબર ફરિયાદમાં લખવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસને આ રીઢા
ગુનેહગારને પકડવામાં સફળતા મળવા પામી છે.
( નીરવ સોની. નડિયાદ)
( નીરવ સોની. નડિયાદ)
Article Written By