લોકો જેની ઉત્કંઠતાથી રાહ જોઈ રહ્યાં હતા
તે ગુલાબી ઠંડીનો ચરોતરમાં પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા બે દિવસથી મધ્યરાત્રે
લધુત્તમ તાપમાન 22.7 ડીગ્રીની આસપાસ રહેવા પામે છે. ઉત્તર-પશ્ચિમ તરફના પવનો
ફૂંકાઈ રહ્યાં છે. જે કારણોસર ધીમે ધીમે ઠંડી લય પકડતી જઈ રહી છે.
આમ તો છેલ્લા ત્રણ દિવસથી સવાર-સાંજનુ
વાતાવરણ વધારે ઠંડી પકડતું રહ્યું હતું. પરંતુ ગતિ મધ્યરાત્રિએ પારો બે ડીગ્રીનો
મોટો ઘટાડો નોંધાયો છે. જેના કારણે એકદમ ઠંડી અનુભવાઈ રહી હતી.
ગત વર્ષે ઠંડીનો અસહ્ય ચમકારો લોકોએ અનુભવ્યો હતો. જેને પગલે ગરમ વસ્ત્રોનું ધૂમ વેચાણ થવા પામ્યું હતું. આ વખતે પણ અસહ્ય ગરમી પડશે તેવી ધારણા વેપારીવર્ગને છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા
અનુસાર, આણંદ શહેરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રી સેલ્સીયસ તથા લધુત્તમ તાપમાન 22.7
ડિગ્રી સેલ્સીયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાં ભેજનું પ્રમાણ 91 ટકા તથા પવનની
ગ્રતિ પ્રતિ કલાક 2.2 કિ.મીની આસપાસ નોંધાઈ રહી છે. તેની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની
રહેવા પામે છે. સૂર્ય દશ કલાક સુધી પ્રકાશતો રહે છે. રાત્રિ તાપમાન ઝડપભેર ઘટી
રહ્યું છે. જેથી દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જે કારણોસર બપોરની
ભારે ગરમીથી આ પખવાડીયમાં છૂટકારો મળી જશે.
ગરમ વસ્ત્રોની હાટડીઓ શરૂ
ઠંડીનો પ્રારંભ થવાની સાથે જ આણંદ શહેરના
સ્ટેશન વિસ્તારમાં ગરમ વસ્ત્રોની દસથી વધુ દુકાનો ખુલી જવા પામી છે. હિમાચલના લોકો
હજુ આણંદમાં આવ્યા નથી. આ લોકો મોટેભાગે પાંચમથી પોતાની દુકાનો શરૂ કરતા હોય છે.
એટલે હજૂ સપ્તાહ પછી આ લોકો આવશે.( ફોટો - જીજ્ઞેશ સોલંકી)
તે પહેલાંથી જ રાજસ્થાન અને મધ્યપ્રદેશ
તરફના ભૈયાઓએ આણંદ સ્ટેશન વિસ્તારની દુકાનો ભાડે રાખી પોતાનો વ્યવસાય ચાલુ કરી
દીધો છે. વેપારીઓના મતે ગરમ વસ્ત્રોમાં કોઈ ભાવ
વધારો નથી. ગત વર્ષે જે ભાવ હતો તે પ્રમાણે આ વખતે ભાવ રહેવા પામ્યો છે. આ ઉપરાંત
આ વર્ષે માલ વધારે ઠાલવવામાં આવ્યો છે. ગત વર્ષે ઠંડી પડતાં તમામ માલ વેચાઈ ગયો
હતો. આ વખતે પણ ભારે ઠંડીના એંધાણ વર્તાઈ રહ્યાં છે. જેથી બજાર જોરદાર રહેશે તેવી
પ્રબળ આશા છે.
Article Written By