ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચરોતરના બે પટેલ ભાઈઓની કમાલ

ભારતની કુલ વસ્તીના 60% લોકોને ખેતી રોજગારી પુરી પાડે છે. રાષ્ટ્રીય આવકમાં (જીડીપી)માં તેના હિસ્સાના સતત ઘટાડા છતાં પણ, તે દેશમાં મોટામાં મોટુ આર્થિક ક્ષેત્ર બની રહે છે. તાજેતરમાં ભારતના ગ્રામ્યવિસ્તારો પૈકીના કેટલાક વિસ્તારોમાં ઊભી થયેલી ખેતીલાયક જમીનના ઘટાડાના પ્રશ્નો ફક્ત ભારતની ખોરાક સલામતી માટે જ ખતરો નથી, પરંતુ સમગ્ર દેશની આર્થિક સલામતી પરત્વેનો પણ છે. તેવી પરિસ્થિતિમાં ખેડૂતનો સહાયરૂપ થઈ શકે તેવો નવો સાથીદાર પણ મહત્વનો ભાગ ભજવી શકે છે.


ખેતીમાં જ્ઞાનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને ખેત આવકમાં અને ઉત્પાદકતામાં ટકી શકવા યોગ્ય વધારો થવો જરૂરી છે. તેવી પરિસ્થિતિમાં આ ક્ષેત્રમાં ખેતકામમાં ઉપયોગ થઈ પડે તેવી નાનકડી શોધ પણ અત્યંત મહત્વનો ભાગ ભજવી શકે. તેવી પરિસ્થિતિમાં ચરોતર પંથકના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા મથકે રહેતા અને ફેબ્રિકેશન ધંધા સાથે જોડાયેલા કાંતિભાઈ પટેલ અને પી.ડી પટેલ નામના બે શોધકર્તાએ સસ્તું બાઈક ટ્રેક્ટર બનાવ્યું છે. 

શોધકર્તાના પુત્ર  રિતેષ પટેલના મતે મારા પિતાજી છેલ્લા એક મહિનાથી બાઈક ટ્રેક્ટર પર કામ કરી રહ્યાં છે. જેને અંતિમરૂપ આપી દેવામાં આવ્યું છે. ટ્રેક્ટર મોટાભાગે ગરીબ ખેડૂતોને પોષાતા નથી. પરંતુ આ ટ્રેક્ટરની ખાસિયત તે છે કે આ બાઈક ટ્રેક્ટર બાઈકથી પણ સસ્તું છે. આ બાઈક ટ્રેક્ટરની કિંમત 35 હજાર જેટલી છે. જેની પાછળ ખેડવાના સાધનો લગાવી શકાય છે. આ ઉપરાંત નિંદામણ પણ કરી શકાય છે.





ઉમરેઠ ખાતે જય અંબે એજ્યુકેશનલ ઈન્સ્ટ્યુમેન્ટ ફેબ્રિકેશન વર્કસ ખાતે આ સસ્તાં બાઈક ટ્રેક્ટરનું નિર્માણ આ બન્ને શોધકર્તા દ્રારા કરવામાં આવ્યું છે. હજુ સુધી બાઈક ટ્રેક્ટરની પેટન્ટ રજીસ્ટર કરવામાં આવી છે. તેઓ ઈચ્છી રહ્યાં છેકે આ બાઈક ટ્રેક્ટરનું ઓર્ડર પ્રમાણે ખેડૂતોને બનાવી આપવામાં આવશે. આ ઉપરાંત બાઈક ટ્રેક્ટરની પેટન્ટ રજીસ્ટર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં આ પેટન્ટ રજીસ્ટર થઈ જશે તેવી આશા સેવી રહ્યાં છે. બાઈક ટ્રેક્ટરના અગાઉ બુકીંગ થઈ જતાં તેઓની શોધ સફળ રહી છે તેમ તેઓ માની રહ્યાં છે. અને તેમને આશા છેકે ગુજરાતભરના ખેડૂતોને તેમનું આ સસ્તું બાઈક ટ્રેક્ટર મદદરૂપ થશે.

પંથકના ખેડૂતોના મતે આ બાઈક ટ્રેક્ટર સરળ અને મદદરૂપ થાય તેવું છે. આ ઉપરાંત કિંમતે સસ્તું હોવાથી તેને ખેતીકામ વસાવી શકાય તેમ છે. વર્તમાન સમયમાં બજારોમાં નાના ટ્રેક્ટર પણ આવી ગયા છે. પરંતુ તેની કિંમત સસ્તી નથી. તેની સામે નાના-મોટા કામકાજ કરવા માટે બાઈક ટ્રેક્ટર મદદરૂપ થઈ શકે તેમ જણાઈ રહ્યું છે. પહેલા બળદથી નાના મોટા કામકાજ શક્ય હતાં. પરંતુ હવે વર્તમાન સમયમાં બળદનો ઉપયોગ ખેતીકામમાં ઘણો ઓછો થઈ ગયો છે. બીજી તરફ મજૂરો પણ સમસસર મળતા નથી. જેથી ખેડૂતોને પોતાને જ નાના મોટા કામકાજ માટે કમરતોડ મહેનત કરવી પડે છે. તેવી પરિસ્થિતિમાં જોકે આ પ્રકારે સસ્તું બાઈક ટ્રેક્ટર ખેડૂત પાસે હોય તો એકલા હાથે પણ નાના મોટા ખેતીલાયક કામ પોતાની જાતે જ એકલા હાથે કરી શકે તેવું લાગી રહ્યું છે.

Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |