![]() |
દિવાળી સાંભળી છે ઉજવી નથી |
પર્વોનો રાજા
એટલે દિવાળી. અને જ્યારે લોકો આ સાત દિવસના મહાપર્વમાં વ્યસ્ત હોય છે. ત્યારે
સમાજનો એક ભાગ તેમની તરફ મદદનો હાથ મળશે તે આશાએ બેઠો હોય છે. દર વર્ષે પ્રકાશના
પર્વને અંધકારના દિવા તળે ઉજવતો આ વર્ગ બારેમાસ પોતાની સમસ્યાઓ સામે ઝઝૂમતો રહે
છે. ચોમાસામાં વરસાદ, ગરમીમાં અહસ્ય ઉકળાટને શિયાળામાં કાત્તિલ ઠંડી અને તેમાં વળી
દિવાળીની રોનક આ વર્ગના નસીબમાં જાણે ઈશ્વર ભુલી હોય તેવી દશા આ વર્ગની જોવા મળે
છે. જોકે સમાજનો જાગૃત આ લોકોની દશા અને મજબૂરને સમજે છે. જેથી અમુક એન.જી.ઓ અને
અને અમુક જાગૃત વ્યક્તિઓ દર દિવાળીએ આ વર્ગ માટને ખુશી મળે તે માટે સેવાકાર્ય કરે
છે. જેમના મંતવ્યોની સાથે આજનો યુવાવર્ગ આ બાબતે કેટલો જાગૃત છે તે સંદર્ભે અનેક
લોકો સાથે વાતચીત થઈ તેના આધારે આ લેખ લખાયેલો છે.
દરેક ભારતીયમાં
દિવાળી પર્વ અનેરૂ મહત્વ ધરાવે છે. ગુજરાતીઓમાં આ પર્વ સાત દિવસ તો અન્ય રાજ્યોમાં
આ પર્વની ઉજવણી એક દિવસની હોય છે. રમા એકાદશીથી શરૂ થતો આ પર્વ લાભપાંચમ સુધી ચાલે
છે. જેમાં દિવાળીને રોશની અને પ્રકાશનો ઉત્સવ કહેવાય છે. જે દિવસે ઘેર ઘેર ફટાકડાં
ફૂટે, લોકોમાં આનંદની લહેર તેમજ મિત્રો અને પરિવારજનો સાથે સ્નેહ મિલનના દ્રશ્યો
સર્જાય. વર્ષના આ સાત દિવસ જાણે કે લોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળે.
પરંતુ સમાજમાં એવા પણ લોકો છે જેમના નસીબમાં કુદરતે આ સાત દિવસનું સુખ અને આનંદની લાગણી લખી નથી.
વર્તમાન સમયમાં
મોંઘવારીને કારણે અનેક ચીજ-વસ્તુઓના ભાવ વધી ગયા છે. જેથી ચાલુ વર્ષે આવકની દ્રષ્ટ્રિએ વેપારીઓની દિવાળીમાં મદી અને
મધ્મયવર્ગ માટે દિવાળી ફિક્કી બની ગઈ છે. પરંતુ સમાજનો એક મોટો ભાગ એવો છે કે
જેમના જીવનમાં દિવાળી એ માત્ર શબ્દ છે. જેમની માટે દિવાળી એટલે આકાશમાં ફૂટી રહેલા
ફટાકડાં, પરંતુ તેનો કેવો હોય તેનો અનુભવ કર્યો નથી.હિન્દુ
શાસ્ત્રોમાં દાનનું અનેરૂ મહત્વ છે. અનેક લોકો આ મહત્વ સમજીને પોતાની રીતે
દિવાળીમાં ગરીબ બાળકો અને અત્તિગરીબ પરિવારોના ઘરે મિઠ્ઠાઈ અને દિવાળી માટે જરૂરી
ચીજ-વસ્તુઓ આપીને મદદનો હાથ લંબાવે છે.
નડિયાદના
જ્યોતિષી કનુભાઈ શાસ્ત્રીના મતે મારી પરિસ્થિતિ છેલ્લા ચાર વર્ષથી સારી થઈ છે.
ઈશ્વરની દયાથી યજમાનની ખોટ નથી. દિલના ખુલ્લે મને એક વખત લાગ્યું કે દિવાળીના દિને
ગરીબો માટે સેવાકાર્ય કરવામાં આવે અને આ સેવાકાર્ય વતનથી દૂર કોઈ ધાર્મિક
દેવસ્થાને કરવામાં આવે. આ ઈચ્છા વધારે ગાઢ બની અને જે પ્રમાણે છેલ્લા ચાર વર્ષથી
હું કોઈ એક ધાર્મિક દેવસ્થાનની પસંદગી કરીને ગરીબ લોકોને જમણ કરાવું છું. આ વખતે અંબાજીની
પસંદગી કરી છે.
તો અમદાવાદ
શહેરમાં સેવાકાર્ય કરી રહેલું એન.જી.ઓ (ફ્લાઈ હાઈ સ્લમ ફાઉન્ડેશન) ગરીબ પરિવારો
અને તેમના બાળકોની આ મુશ્કેલીને સમજીને છેલ્લા ચાર વર્ષથી દિવાળીની ઉજવણી સ્લમ
વિસ્તારોમાં કરે છે. ફ્લાય હાઈ સ્લમ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચેતન વાઘેલાનાં જણાવ્યા અનુસાર
છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે દિવાળીના દિવસે
શહેરના નિશ્ચિતિ સ્લમ વિસ્તારમાં તેઓનાં ફાઉન્ડેશન દ્વારા દિવાળીની ઉજવણી
નિમિત્તે ફટાકડાં અને અન્ય ચીજ-વસ્તુઓ
આપવામાં આવે છે. આ ઉપરાંત તેમની સાથે હળી-મળીને દિવાળીની ઉજવણી પણ કરવામાં આવે છે.
દિવાળીનો તહેવાર
સમગ્ર દેશમાં રંગચંગે અને અનેક પ્રકારે ઉજવાય છે. જેમાં સામાન્યથી લઈને ખાસ માણસ
પોતાની શક્તિ મુજબ ખર્ચ કરતો હોય છે. પરંતુ સમાજમાં એક મોટો વર્ગ એવો પણ છે જેમની
માટે દિવાળીનું પર્વ એક નામ માત્ર છે અને
એનો અનુભવ કરવો માટે ગજાં બહારની વાત છે.
દિવાળીની વાત
આવતા આપણા દિમાગમાં નવા કપડા ખરિદવા, મિઠાઈ ખાવી,
ફટાકડા ફોડવા, આવા વિચારો આવતા હોય છે. પણ ઘણા પરિવારો એવા પણ હોય છે જેના માટે
દિવાળીએ સામાન્ય દિવસોની માફક એક દિવસ હોય છે. આવા સ્લમના બાળકો દિવાળી ખુબ
ધુમધામથી ઉજવે તે માટે આ વખતે દિવાળી અગાઉ 29મી ઓક્ટોમ્બરના રોજ ગુલબાઈ ટેકરાના
સ્લમના બાળોકોની સાથે ફલાઈ હાઈ સ્લમ ફાઉન્ડેશનએ દિવાળીનું સેલિબ્રેશન કરવામા આવ્યુ
હતુ. જેમાં બાળકોમા રહેલી ક્રિએટિવીટી બહાર
આવે અને દિવાળી મનાવે તે માટે રંગોલી કોમ્પ્ટીશન,મહેંદી કોમ્પ્ટીશન,પેન્ટિંગ કોમ્પ્ટીશન,ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પ્ટીશન, દિવા બવાનવવા
આવી વિવિધ કોમ્પિટીશન રાખવામા આવી હતી.
વર્તમાન સમયમાં મોંઘવારીની
બૂમો પાડીને પણ મધ્યમવર્ગ જેમ-તેમ કરીને ખર્ચો કરતો દેખાય છે. પરંતુ ગ્રામીણ
ક્ષેત્રનો એક વર્ગ એવો પણ છે, જે દિવાળી જેવાં તહેવારની ઉજવણી માત્ર નામથી કરે છે, તેનો ક્યારેય
અનુભવ કર્યો નથી. આ વર્ગનું અસ્તિત્વ ગ્રામીણ તેમજ શહેરી બન્ને ક્ષેત્રમાં છે. જેમની
વેદના એકસરખી છે. ગ્રામીણ ક્ષેત્રમાં ખેતરોમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન
ચલાવતો વર્ગ. જેની પાસે રહેવા માટે પોતિકું ઘર અને પહેરવા માટે સામાન્ય દિવસોમાં
કપડાં હોતા નથી. તેની માટે દિવાળી એટલે એ દિવસ જે દિવસે કદાચ એક સારું વસ્ત્ર
અને જમણ કોઈ દાનવીરના હાથે મળી જાય તેવી અપેક્ષામાં સપ્તાહ વીતિ જાય છે.
ત્રેવીસ વર્ષની
ઉંમર ધરાવતા ચંદુભાઈ ઝાલા બાળપણથી જ ખેતમજૂર છે. તેમનાં મતે, ‘અમે રોજ કમાઈને
રોજ ખાઈએ છીએ. વર્ષમાં એવા પણ દિવસો આવે છે જ્યારે મજૂરી મળતી નથી. ત્યારે ઉછીનો
વ્યવહાર કરીને પણ પેટ ભરવું પડે છે. આવી પરિસ્થિતિમાં જીવતાં અમારા જેવા પરિવારોએ
દિવાળીનું માત્ર નામ સાંભળ્યું છે.’ લોકોને હસતા-મળતા જોઈને અમે પણ હસી-મળી લઈએ છીએ.
ચાલીસ વર્ષીય
જયંતિભાઈ સોલંકી પોતે ખેતમજૂરી કરે છે. જેમનું આખુંય જીવન પરિવારની બે ટંકનું ભોજન
કમાવામાં ચાલ્યું ગયું. જેમાં અનેક
વાર-તહેવાર આવ્યાં હશે. પરંતુ કોઈ તહેવારની ઉજવણી ધામધૂમથી કરી હોય એ તેમની
સ્મૃતિમાં નથી. આ પરિવારોના મતે ખેતમજૂરીમાં બે ટંકની રોટલીથી વધારે આશા રાખવી તે
એમનાં જેવા પરિવારો માટે મૃગજળનાં સપનાં જોવા સમાન છે.
"વાત અહીં અટકતી
નથી. મેં અનેક લોકોને પ્રશ્ન કર્યો જેમાં સવાલ હતો કે શું તમે દિવાળીના દિને ગરીબ
બાળકો માટે સવિશેષ આયોજન કરો છો ખરાં ?. આ પ્રશ્નના જવાબમાં ઉત્તમ વિચાર
કહેનારો વર્ગ વધુ અને આ પ્રકારે પોતાની ફરજ સમજીને પ્રવૃતિ કરનારો વર્ગ ઘણો નહિવત
હતો."
Article Written By