સંગીત જીવનનું ઘણું મહત્વ ધરાવે છે.
સંગીતમાં શક્તિ છે કે તે પલભરમાં તમારો થાક ઉતારી શકે છે. પરંતુ તે માટે ઉત્તમ
પ્રકારનું ગીત તમારે કાને પડવું જોઈએ. જે માટે વાધ્યની રમઝટ અને તેની સાથે ઉત્તમ
અવાજ ભળી જાય સંગીત જીવંત બની જાય છે. અને સાંભળનાર પલભરમાં તેમાં લીન થઈ જાય છે.
વર્મતાન સમયમાં સંગીત પ્રત્યનો ક્રેઝ વધી જવા પામ્યો છે. સંગીતને જીવંત બનાવતા
વાધ્ય અને તેમાં ભળતો અવાજને તાલીમની જરૂર હોય છે. અને ગીત ગાવા અને વાધ્ય
શીખવાડનાર સારા ગુરુની જરૂર પડે છે. સમય અનુસાર સારા ગુરૂ મળી જાય તો જ સંગીતમાં
પારંગત બની શકાય તેમ મનાઈ છે.
જે માટે સંગીત રસિકો હમેશા સારા ગુરૂ કે
સંગીત શીખવતી સંસ્થાની શોધમાં હોય છે. દક્ષિણ ગુજરાતમાં આવેલું વાપી શહેર મોટાભાગે
ઉધોનગરી તરીકે જ જાણીતું છે. પરંતુ આ ઉધોનગરીમાં તમને સંગીતના સુર સાંભળવા મળે તો
ચોંકી ન જશો. કારણે કે વર્તમાન સમયમાં વાપી શહેરમાં અનેક લોકો પોતાની હળવાસની પળો
સંગીતને સમર્પિત કરી છે. વાપી શહેરમાં નાના મોટા અનેક લોકોને યોગ્ય પ્લેટફોર્મ
આપવા માટે કેટલાંક સમયથી કલાનિધિ નામની સંસ્થા કાર્યરત છે.
આ સંસ્થા
સંગીતમાં જરૂરી વાધ્યો તેમજ નૃત્યની તાલીમ આપે છે. આ ઉપરાંત વાપી શહેરમાં રહેતા
ઉધોગપતિઓ અને તબીબો માટે ખાસ રવિવારના દિવસે ભેગા થાય છે. જેમાં તેઓ હિન્દી ફિલ્મી ગીતોને સહારે હળવાશનો અનુભવ કરે
છે. આ ઉપરાંત અનેક વાપીની ખ્યાતનામ ડોક્ટર અને ઉધોગપતિ વર્તમાન સમયમાં આ સંસ્થાને
સહારે સંગીત શીખી રહ્યાં છે.
વાપી ચાણોદ
વિસ્તારમાં કલાનિધિ સંસ્થાના સ્થાપક રાજુભાઈ પારેખના મતે વિશ્વના દરેક ખૂણામાં
સંગીત હોય છે. દરેક પ્રકારનું સંગીત સુખ આપી શકે બસ તમારે તમારી રૂચિ અનુસાર તેને
જાણવાની અને શીખવાની જરૂરીયાત હોય છે. અમુક વખતે એવું પણ બને છેકે આર્થિક
મુશ્કેલીને કારણે અનેક યોગ્ય વ્યક્તિઓ સંગીતથી દૂર રહેતી હોય છે.આ પ્રકારની
પ્રતિભાવાન બાળકો તેમજ યુવકોને અમારી સંસ્થા પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહ્યું
છે. જેમને સંગીતનું જ્ઞાન અને તાલીમ આપવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય કક્ષાએ તેમજ
શહેરી વિસ્તારોમાં આવી અનેક પ્રતિભાઓ છે. અને જે માત્ર આર્થિક સંકટને કારણે
સંગીતની તાલિમથી દૂર રહેતા હોય છે. જેમની મુશ્કેલીને અમે પારખી છે. અને અમને
લાગ્યું કે જે આ જન્મજાત પ્રતિભાવાન બાળકો, યુવક, યુવતીઓને યોગ્ય તાલીમ આપવામાં
આવે તો આ પ્લેટફોર્મના સહારે તે સારી નામનાં મેળવી શકે તેમ છે. જેથી અમારી સંસ્થાએ
આ પ્રકારની પ્રતિભાને તાલીમ અને પ્લેટફોર્મ આપવાની નેમ સાથે સેવાકાર્ય શરૂ કર્યું
છે. આ ઉપરાંત સહર્ષ સાથે તેમણે જણાવ્યું હતું કે વાપી શહેરમાં અમારી સંસ્થા
એકમાત્ર એવી સંસ્થા છે જે સંગીતની પરીક્ષા બાદ ટ્રીનીટી યુનીવર્સિટીનું સર્ટીફિકેટ
આપી શકે છે. વર્તમાન સમયમાં અમારી સંસ્થામાં 150 જેટલા લોકો જોડાયેલા છે. ( તેજસ
દેસાઈ, રિપોર્ટર, વાપી )
Article Written By