ચરોતર પંથકમાં વરસાદે પૂર્ણવિરામ લઈ લીધો
છે. સતત પડી રહેલા વરસાદે અનેક ઠેકાણે રોડ રસ્તાને ભારે નુક્સાન થવા પામ્યું છે.
આણંદ-વિધાનગર શહેર ખાતે મોટાભાગની સોસાયટીઓમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓએ વિકરાળ
સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેથી પાલિકા તંત્રને જાણ કરવા હેતુથી અનેક રજૂઆતો થઈ
છે. પરંતુ અરજદારોના મતે પાલિકા તરફથી એક જ જવાબ મળે છે કે અમાર અધિકારી જોવા માટે
આવશે અને ત્યાર બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
આણંદ નગર પાલિકા ખાતે ચીફ ઓફિસરને
ઉલ્લેખીને અનેક ફરિયાદો આવી છે. જેમાં રોડ રસ્તામાં પડેલા ખાડાઓને ઠીક કરવામાં આવે
તેવી માંગ થવા પામી છે. જેમાંની એક ફરિયાદ અક્ષરફાર્મથી પેટ્રોલ પંપ (યોગી) સુધીના
વિસ્તારમાં રહેતા રહેવાસીઓની ઉઠી છે. જેમાં તેમણે આ રસ્તાને સત્વરે ઠીક કરવામાં
આવે તેવી માંગ કરી છે.
સ્થાનીય રહેવાસીઓની વેદના અને સરાહનીય કામગીરી
સ્થાનીય રહેવાસીઓના મતે સૌરભ સોસાયટી
બંગલા નં. 2,3 તેમજ રાધા કૃષ્ણ નગર બંગલા 27ની સામે જે અક્ષરક્ષર્મથી પેટ્રોલ પંપ
તરફ જતો રોડ છે. ત્યાં ખાડાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અત્યંત પડેલા ખાડા
એટલા ખતરનાક હતા કે ત્યાંથી સ્થાનીય નિવાસીઓ દ્રારા પોતાના બાળકોની અવજ જવર પણ બંધ
કરી દેવાની ફરજ પડી હતી. જેથી સત્વરે સ્થાનયી રહીશો દ્રારા માટીથી પડેલા ખાડાઓને
માટીથી પૂરી દેવામાં આવ્યા છે.
જોકે આ બાબતે પાલિકા તંત્ર ગંભીર બને અને
પરિસ્થિતિને સમજીને સત્વરે રોડ રસ્તાને સરખા કરે તે હેતુથી અરજી ચીફ ઓફિસરને
ઉલ્લેખીને લખવામાં આવી છે. પરંતુ પાલિકા કહે છે કે અમારા અધિકારી આવશે અને તપાસ
કર્યા બાદ જ જરૂરી કામકાજ શરૂ થશે. જોકે હવે આ વિસ્તારના સ્થાનીય નાગરિકો પાલિકા
તંત્રના જવાબદાર અધિકારની રાહ જોઈને બેઠા છે. પરંતુ હજૂ સુધી કોઈ જવાબદારી અધિકારી
ન આવતાં રહેવાસીઓ રોષે ભરાયેલા છે.
સ્થાનીસ રહેવાસીઓના મતે અમે અમારી
જવાબદારી સમજીને મુખ્ય રસ્તે પડેલા બે મોટા ખાડાને પૂરીને મોટી જાનહાનિ થતી
અટકાવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ પાલિકા તંત્ર જાણે પોતાની જવાબદારી ભુલી જઈને
કાગળીયા નીતિ પર આવી ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે.
પ્રશ્રની ગંભીરતાને સમજે પાલિકા