નડિયાદમાં કોલજ રોડ વિસ્તારમાં સંગાથ પાર્ટી પ્લોટની સામે બંસરી ગૃપ આયોજીત
નવરાત્રિ દરેકનું આકર્ષણ બની રહેશે. બંસરી ગૃપ દ્રારા આ વર્ષે ત્રીજી વખત નવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જેમાં વિશ્વનું પ્રચલિત તરણેતર માલધારી કનૈયા રાસ મંડળ ધૂમ
મચાવશે તેની સાથે હિન્દી ટીવી સિરીયલ અને બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓ આવશે.
આયોજકોના જણાવ્યા અનુસાર, બંસરી ગુપ
દ્રારા ત્રીજી વખતે નડિયાદ ખાતે સંગાથ પાર્ટી પ્લોટની સામે નવરાત્રિનું આયોજન થયું
છે. આ વખતે સુરક્ષાની દ્રષ્ટ્રિએ સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઈવેટ
સિક્યુરીટીની સાથે બાઉન્સર ખડેપગે ઉભા રહેશે. ઉપરાંત જે લોકોને ફોટા પાડવાનો રસ
હોય તેમની માટે અલગ પ્રાઈવેટ સ્ટૂડિયો જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત
કાયદાનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે.
Published By CNA Team, Editor.Charotar@gmail.com