ચરોતર પંથકમાં નવરાત્રિના પહેલા દિવસે
ખંભાતમાં ખરાબ વાતાવરણ, સોજીત્રામાં લાઈટ અને અન્ય વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે નિરાશ બનેલા ખેલૈયાઓ શેરી ગરબામાં ઝૂમ્યાં હતાં
નવરાત્રિના પહેલા દિવસે ચરોતર પંથકમાં
મોટા ભાગના વિસ્તારોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મજા લીધી હતી, તો અમુક વિસ્તારોમાં વરસાદ
અને લાઈટ જેવી સમસ્યાઓને કારણે ખેલૈયાઓ નિરાશ થયાં. તો અમુક વિધાર્થીઓ પરીક્ષાની
તૈયારીઓમાં વ્યસ્ત જણાયાં હતાં
અમદાવાદ સહિત ચરોતર પંથકમાં સાંજના સમયે
પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં આયોજકો સહિત ખેલૈયાઓના જીવ અધ્ધર થઈ ગયા
હતા. જોકે મોટાભાગના વિસ્તારોમાં તંત્રએ નક્કી કરલા સમય અનુસાર રાતે બાર વાગ્યા
પહેલા ગરબા બંધ થઈ જવા પામ્યાં હતા.
ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપૂત્રીની
પૂજા અર્ચના કરીને નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. લોકોએ પહેલા દિવસે દેવી
પાસેથી પોતાના જીવનમાં સ્થાયિત્વ અને
શક્તિમાન બનવા માટેની પ્રાર્થના કરી હતી.
સોજીત્રામાં લાઈટ ન હોવાથી અનેક ખેલૈયાઓ
નિરાશ થયા છે. મોટાભાગના લોકોને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે પહેલા દિવસે બાર વાગ્યે તમારા વિસ્તારમાં ગરબા બંધ થયાં હતા ? , ત્યારે તેના જવાબમાં અનેક લોકોએ જણાવ્યું હતું કે પહેલા દિવસે
દર વખતની જેમ બાર વાગ્યા પહેલા ગરબા બંધ થઈ જશે. બોરસદ શહેરમાં બાર વાગ્યે વરસાદ
પડ્યો હતો. જેની અસરથી ગરબા બંધ કરવાની ફરજ પડી હતી. તો અમુક લોકોનું માનવું છે કે
નવરાત્રિના બીજા દિવસથી ગરબા બાર વાગ્યા પછી પણ ચાલુ રહેશે. અને ત્રીજા અને છઠ્ઠી
નવરાત્રિ બાદ ગરબા ત્રણ વાગ્યા સુધી
ચાલશે. જોકે આણંદતેમજ નડિયાદ શહેરમાં શેરી ગરબામાં મન મૂકીને લોકોએ ગરબાની મજા
લીધી. જ્યારે પાર્ટી પ્લોટમાં લાગતા વળગતાં લોકોએ ભેગા થઈને આરતી કરીને માતાની
પૂજા અર્ચના કરી હતી.
જોકે અમુક ખેલૈયાઓ જે ગરબા રમી શક્યા નહી.
તેમને કારણ પૂછવામાં આવ્યું જેના જવાબમાં તેમણે જણાવ્યું કે પરીક્ષા હોવાને કારણે
આ વખતે નવરાત્રિથી દૂર રહશે. જ્યારે ખંભાત તરફના વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે ખેલૈયાઓ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. મોટાભાગના ખેલૈયાઓના મતે લોકોના અરમાનો
પણ પાણી ફરી વળ્યું છે. હવે વાતાવરણ બરાબર થાય તો જ મજા આવે. મોટાભાગની યુવતીઓના
મતે નવરાત્રિમાં તૈયાર થવા માટે ધણો સમય લાગી જાય છે. અને તૈયાર થયા બાદ વરસાદ પડે
અને ગરબા શક્ય ન બને તો મન ભાગી પડવાના ડરથી અમે ફળિયા અને સોસાયટીમાં થતાં શેરી
ગરબાને વધારે પસંદ કર્યા હતા. જ્યારે યુવકોના મતે નવરાત્રિની પહેલી રાત ખાણીપીણી
અને મિત્ર વર્તુળ સાથે સ્નેહમિલન થયું તેથી સવિશેષ કોઈ મજા આવી નથી.