જે પ્રકારે ઓક્ટોમ્બર મહિનામાં વરસાદની રી એન્ટ્રી થઈ છે. અને નવરાત્રિ વખતે રંગમાં
ભંગ પાડી રહ્યો છે. તેને જોતા અનેક લોકોના મનમાં સવાલ પેદા થઈ રહ્યો છે કે, શું ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યો છે. જોકે આ
બાબતે તજજ્ઞો જણાવી રહ્યાં છે કે બાર મહિનાના વર્ષમાં દરેક ઋતુ પાંચ મહિનાની થઈ ગઈ
છે.
બાર મહિનામાં વર્ષમાં ત્રણ ઋતુઓ આવે છે.
જેમાં દરેકનો સમયગાળો ચાર મહિનાનો હોય છે. પરંતુ વર્ષ 2012થી ઋતુઓ મોટો ફેરફાર
નોંધાયો છે. જે બાબતે તજજ્ઞો જણાવી રહ્યાં છેકે
ઋતુઓ વિચિત્ર રીતે બદલાઈ રહી છે. અત્યાર સુધી આપણે ચાર મહિનાની ઋતુથી
ટેવાયેલા છીએ. પરંતુ આ વખતે દરેક ઋતુ પાંચ મહિનાની રહેવા પામી છે.
વર્ષ 2012ના ઓક્ટોમ્બર મહિનાથી ગણતરી શરૂ
કરીએ તો, ગત વર્ષે ઓક્ટોમ્બર મહિનાથી ઠંડી શરૂ થઈ ગઈ હતી. જે વર્ષ 2013ની
ફેબ્રુઆરી સુધી ચાલી હતી. આમ ઠંડી પાંચ મહિના સુધી રહી હતી. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમી શરૂ ગઈ હતી. જોકે ખરી ગરમી
એપ્રિલ મહિનાની 14મી તારીખે શરૂ થઈ હતી.
જે ઓક્ટોમ્બર મહિના સુધી ચાલી છે. પરંતુ ગત બે દિવસથી ઋતુ પરિવર્તન થઈ ગયું છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેથી એપ્રિલથી લઈને ઓક્ટોમ્બર સુધીમાં બે
મહિના વરસાદના કાઢી નાંખા તો પાંચ મહિના સુધી ગરમીનો અનુભવ લોકો કર્યો હતો.
જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વરસાદે
પોતાની હાજરી આપી હતી. જે ઓક્ટોમ્બર
મહિનામાં પણ યથવાત રહ્યો છે. જેથી વરસાદ પણ પાંચ મહિના સુધી રહેવા પામ્યો છે. ગત 8મી ઓક્ટોમ્બરથી વાદળાછાયું વાતાવરણ
અને ધીમી ગતિએ પડી રહેલા સતત વરસાદને પગલે
મધ્યરાત્રિથી ઠંડક પ્રસરી છે. અને જો તે નિયમિત રહેશે તો ઠંડી પણ પાંચ
મહિના સુધી ચાલશે. આમ બાર મહિનાના વર્ષમાં દરેક ઋતુ પાંચ મહિના મહિનાની રહી છે. જોકે મોટાભાગનો વર્ગ માને છેકે ઋતુઓમા
મોટાભાગે પરિવર્તન આવ્યું છે.
( ઈકબાલ સૈયદ, રિપોર્ટર, સીએનએ,આણંદ)
Article Written By