નવરાત્રિમાં અચનાક પડી રહેલો વસસાદ
ખેલૈયાઓની મજા બગાડી રહ્યો છે તે સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે.
ખેડૂતોનું માનવું છેકે આ વરસાદનું પાણી ઝેરી છે. અન તેની અસરથી અમારા ડાંગરનો પાક
રાતોરાત નાશ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, ચરોતર પંથકમાં આણંદ
જિલ્લાના દેવા ગામ તરફના ખેતરોમાં ડાંગરનો પાક રાતોરાત બળી ગયો છે. ખેડૂતોના મતે
છેલ્લા બે દિવસથી વરસાદ પડ્યો છે. તે ખેતરોમાં જમા થઈ ગયું છે. જેનો રંગ કાળા
કલરનો થઈ ગયો છે. અને તે ઝેરી હોવાનું સૂચન કરે છે. અને ખેડૂતોને ખાત્રી છેકે આ
વરસાદ ઝેરી વરસાદ છે અને જેથી અસરથી ડાંગરનો પાક રાતોરાત અસર થઈ જવા પામી છે. તેથી
પાકનો નાશ થઈ ગયો છે.
સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સતત
પડેલા વરસાદે અનેક ખેડૂતોના ડાંગરના ઉભા પાકને બેસાડી દીધો હતો. અને જે ખેડૂતોએ
ડાંગરનું વાવતેત અંત સમયે કર્યું હતુ. તેમના ઉભા પાકને આ ઝેરી વરસાદે રાતોરાત અસર
પહોંચાડી છે. અને આ પંથકનો ખેડૂતવર્ગ નિરાશામાં ધકેલાઈ ગયો છે.અમુક ખેડૂતોના મતે અમારા જીવનમાં અમે
ક્યારેય આ પ્રકારનો વરસાદ જોયો નથી. જેથી પાણી ખેતરોમાં કાળું થઈ ગયું હોય અને
રાતોરાત પાકનો નાશ થઈ ગયો હોય. આ પ્રકારનો વરસાદ પ્રથમ વખત જોયો છે. અને આ પડેલા
વરસાદી પાણીની ચકાસણી થવી જોઈએ.