ગુજરાત સહિત ચરોતર પંથકમાં ચોથા નોરતાંએ
પડેલા વરસાદે પાર્ટી પ્લોટની અંદર ખુલ્લા મેદાનોમાં થતી નવરાત્રિની સામે
પ્રશ્નાર્થ મુકી દીધો છે. નવરાત્રિ પહેલા મેદાનમાં ભરાયેલા પાણી દૂર કરાયા બાદ
સત્વરે માટી નાંખીને તેને બરાબર કરવામાં આવ્યા હતા. પરંતુ આજે ચરોતર પંથકમાં
સર્વત્ર પડેલા વરસાદે અનેક નવરાત્રિ આયોજકો અને ખેલૈયાઓને નિરાશ કર્યા છે.