મેઘરાજા જાણે નવરાત્રિથી ખેલૈયાઓને રોકવાનો
પ્રયત્ન કરી રહ્યો હોય તેમ રમત રમી રહ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે સાંજના સમયે
પડેલા વરસાદે અનેક ખેલૈયાઓને પોતાની શેરીઓમાં જ ઓછા શણગારે ગરબા રમીને મન મનાવ્યાં
પરંતુ બીજા દિવસે સવારથી પ્રકાશે પોતાનું તેજ પાથરી દીધું હતું. લાગી રહ્યું હતું
કે હવે મેઘરાજા ફરી આવશે નહીં.
વર્તમાન સમયમાં અનેક લોકો માને છેકે શેરીગરબા પરિવાર અને પડોશીઓમાં એક્તા લાવવા માટે શેરી ગરબા ઉત્તમ છે. અને આધુનિક્તાનાજોરે શેરી ગરબા બંધ થાય તે યોગ્ય નથી. પરંતુ આ વખતે જાણે માં અંબા ઈચ્છી રહ્યાંહોય કે લોકો શેરી ગરબાની મજા લે તેમ મેઘરાજા ખરા સમયે જ વરસીને પાર્ટી પ્લોટની રંગબગાડી રહ્યો છે.
Photo By Ritesh Patel, Umreth, Reporter