ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....
Pages
મુખ્ય પૃષ્ઠ
ચરોતર
ગુજરાત
દેશ
શિક્ષણ
વેપાર
લેખન
વાતચીત
અમારા વિશે
ટીમ
સંપર્ક
જાહેરાત
પ્રેસનોટ
વિવિધ સરકારી યોજનાઓ
E-PAPER
નડિયાદમાં ખેલૈયાઓ નહીં થાય નિરાશ
આજે મંગળવારે નવરાત્રિના ચોથા નોરતે વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદે ખેલૈયાઓને નિરાશ કર્યા છે તો આ નિરાશાને દૂર કરવા માટે આયોજકોએ પણ કમરકસી લીધી હોય તેવી કામગીરી નડિયાદમાં જોવા મળી છે.
નવરાત્રિના ચોથા નોરતે અચનાક પડેલા વરસાદે ખેલૈયાઓને નિરાશ કર્યા છે. ચરોતર પંથકના મોટાભાગના પાર્ટી પ્લોટના ગરબા આયોજકો ચિંતામાં વધારો થઈ જવા પામ્યો છે. તેવી પરિસ્થિતિમા
નડિયાદ શહેરમાં રોટરેક્ટ કલબ નડિયાદ રાઉન્ડ ટાઉન આયોજીત
ગરબા બીટ્સમાં ખેલૈયાઓ નિરાશ ન થાય તે માટે વરસાદ બંધ થવાની સાથે જ આયોજકોએ સાફ સફાઈની જરૂરી કામગીરી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ, જે પ્રકારે અચાનકધોધમાર વરસાદ પડ્યો છે. તેને પગલે ગ્રાઉન્ડ ઉપર પાણી ફરી વળ્યું હતું. જેનો સત્વરેનિકાલ થાય અને ખેલૈયાઓને સારું ગ્રાઉન્ડ મળે તે પ્રકારની કામગીરી વરસાદ બંધ થાયત્યારબાદ શરૂ કરી દેવામાં આવી હતી. જેને પગલે આજે રાત્રિ સમય અનુસાર ગરબા બીટ્સમાંખેલૈયાઓ ગરબા રમી શકે તેવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
જોકે પંથકના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને પગલે ગરબાની રંગત ઉડી જવા પામી છે. પરંતુ તેમ છતાં અમુક જગ્યાએ આયોજકોની સખ્ત મહેનતના પગલે અમુક જગ્યાએ ગરબા સમય અનુસાર શરૂ રહેશે. ખેલૈયાઓના મતે આ પ્રકારે ગરબા આયોજકો સખ્ત મહેનત કરીને પણ ચોથું નોરતું બગડે નહીં તે માટે જે સત્વરે કામગીરી કરી છે. તે બિરદાવા લાયક છે.
નડિયાદમાં કોલજ રોડ વિસ્તારમાં સંગાથ પાર્ટી પ્લોટની સામે બંસરી ગૃપ દ્રારા નવરાત્રિ મહોત્સવનું આયોજન થવા થયું છે. ત્યાં પણ મેદાનને ઠીક કરવા માટે સત્વરે માટી પૂરાણ કરીને ઠીક કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.અને આશા છેકે સમય અનુસાર ગરબા શરૂ થઈ જશે. જેથી ખેલૈયાઓ ચોથા નોરતે મન ભરીને ઝૂંમી શકે.
Nirav Soni, Nadiad
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
Get
Newer Post
Older Post
TOP | HOME | BACK
All right reserved by : ચરોતરનો અવાજ |