કોઈ પણ
વ્યક્તિના જીવનમાં સ્માઈલ ઘણી અગત્યતા ધરાવે
છે. જે સમાજમાં સંબંધો પ્રેમાળ અને હૂંફાળા બનાવા માટે એક હથિયાર સમાન
સાબિત થાય છે. પરંતુ જો તમારા હોઠ તરફ કોઈની દ્રષ્ટિ પડે અને પલભર તમારાથી તે નજર
ફેરવી લે તો ?. તો ચોક્કસ તમને પીડા થાય. સમાજમાં એવા અનેક લોકો છે જેમને આ પ્રકારની
પીડાનો ભાર હમેશા લઈને ફરવો પડતો હોય છે. જેઓ પોતાના ફાટેલા (તિરાડ) હોઠને કારણે
દુખી હોય છે.
વર્ષ 2009માં
સ્માઈલ પિંકી નામની ફિલ્મને બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો ઑસ્કર એવોર્ડ
મળ્યો હતો. જો વાત કરીએ આ ફિલ્મની તો તેમા ફાટેલા હોઠવાળી છોકરી પિંકીની કહાની છે. જે ફાટેલા હોઠને કારણે સમાજમાં મજાકનું પાત્ર બની ગઈ છે. તે
ફિલ્મમાં સોશિયલ વર્કર્સે પિંકીની મદદ આવે છે. જે પિંકીના ફાટેલા હોઠ માટે જરૂરી એવી સર્જરી માટે દરેક પ્રકારની મદદ કરે છે. ત્યારબાદ પિંકી અન્ય સામાન્ય છોકરીઓની જેમ સમાજમાં પોતાનું સ્થાન મેળવે છે. આ
ફિલ્મી સ્ટોરી હતી. અને એટલી અસર કરી ગઈ કે જેની સમાજે નોંધ લીધી. પરંતુ હકીક્તમાં
પણ આ પ્રકારની સેવાભાવી સંસ્થાઓ છે. જે આ પ્રકારે સમાજમાં મજાકનું પાત્ર બની ગયેલા
લોકોને સર્જરી કરી આપે છે. જેથી તેઓ સમાજમાં અન્ય લોકોની જેમ સામાન્ય જીવન જીવી
શકે.
દક્ષિણ ગુજરાતના
વાપી શહેર ખાતે રોટરી સ્માઈલ ટ્રેન ક્લેફ્ટ સેન્ટર દ્રારા હરિયા હોસ્પિટલ ખાતે ક્લેફ્ટ સર્જરી
વિનામુલ્યે કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં 75 જેટલી હોઠ અને
તાળવાને લગતી સર્જરીઓ સફળ રીતે થવા પામી છે. ઓક્ટોમ્બર મહિનામાં સેન્ટરે તેનું એક
વર્ષ પૂર્ણ કર્યું છે. જે દરમ્યાન અનેક લોકોએ મફ્ત સર્જરીનો લાભ લીધો છે. આ સેન્ટરે
એક વર્ષના ગાળામાં માત્ર બાળકોએ સર્જરી કરાવી હોય તેમ નથી. પરંતુ પુખ્યવયની
વ્યક્તિઓએ પણ સર્જરી કરાવી છે. જેમાં મોટાભાગે નવસારી અને દાહનુ જેવા
વિસ્તારોમાંથી લોકો આવ્યાં છે.
સેન્ટર ઈચ્છી
રહ્યું છેકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હોઠ અને તાળવાના ભાગે તિરાડથી પીડિત લોકો મફ્ત
સર્જરી સેવાનો લાભ લે. અને તે માટે તેઓ લોકોને આગ્રહ કર્યો છે કે જે લોકો આ
પ્રકારે હોઠ અને તાળવાના ભાગે તિરાડે હોય અને સર્જરી કરવા ઈચ્છુક હોય તે સેન્ટર
ખાતે આવે તેવી અપીલ કરવામાં આવી છે.
લેફ્ટ લીપ અને પેલેટ વિશે જાણો
લેફ્ટ લીપ અને
પેલેટએ જન્મજાત ખામી છે. ક્લેફ્ટ લીપ (ચિરાયેલા હોઠ) માં હોઠોની બે બાજુઓ અલગ-અલગ
હોય છે. આમાં ઉપરનાં જડબા અને/અથવા ઉપરના પેઢાનાં હાડકાઓ અલગ-અલગ હોય છે. જ્યારે ક્લેફ્ટ
પેલેટ એટલે કે ચિરાયેલ તાળવું તેમાં મ્હોં ની છાપરીના આગળના ભાગમાં હોય છે. આ એક
એવી સ્થિતી છે જેમાં જ્યારે બાળક ગર્ભમાં વિકાસ પામતુ હોય ત્યારે તેના બે બાજુના
તાળવાં ભેગા થતાં નથી. ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ કાંતો એક બાજુએ અથવા બંને
બાજુએ હોઈ શકે છે. બાળકનાં હોઠ અને તાળવું અલગ-અલગ રીતે વિકસતાં હોવાથી એ શક્ય છે
કે બાળકને કાંતો ચિરાયેલા હોઠ, ચિરાયેલુ તાળવું અથવા બંને હોઈ શકે.(તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
Article Written By