લોકોના જીવનમાં
સવિશેષ મહત્વ ધરાવતી ટપાલ હવે માત્ર સરકારી કામકાજના ભાગરૂપે જ જોવા મળી રહી છે.
દાયકા પહેલા ટપાલ લોકોના જીવનનો ભાગ હતો. દિવસની શરૂઆત ટપાલથી થાય. ટપાલ જ્યાં
સુધી પોતાના ઘરે આવે નહીં ત્યાં સુધી વડીલોને શાંતિ ન થાય. હજૂ પણ સંદેશાની
તાલાવેલી એટલી જ છે પરંતુ માત્ર માધ્યમ બદલાયા છે.
હવે ટપાલની જગ્યાએ એમ.એમ.એસ અને
ઈ-મેલે લીધી છે. ભવિષ્ય પણ વર્તમાન ટેક્નલોજીની જગ્યા લેવા તૈયાર બેઠું છે. તેવી
ગતિએ સંચાર ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. દર વર્ષે 9મી
ઓક્ટોમ્બરે વર્લ્ડ પોસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1874માં આ દિને
સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી.
જેનો હેતું વિશ્વમાં દરેક સ્થળે ટપાલી લખી સંપર્ક શક્ય કરવાનો હતો. ટપાલ સેવાથી
વિશ્વમાં સર્વપ્રથમ સંચાર ક્રાંતિ આવી હતી. વિશ્વ ટપાલ દિનની પહેલી ઉજવણી વર્ષ
1869માં જાપાનના પાટનગર ટોકિયો શહેરમાં કરવામાં આવી હતી.
ભારતમાં લશ્કર
અને સરકારી કામકાજ માટે ટપાલ સેવાનો વિકાસ રજવાડાઓના સમયથી થઈ ગયો હતો. તેમ છતાં ભારતીય પોસ્ટ ઓફિસની સ્થાપના 1837માં
થઈ હતી અને વર્ષ 1947માં ભારતીય ટપાસ
સેવાનું કામકાજ શરૂ થયું હતું. તે વખતે દેશની પ્રથમ ટિકીટમાં ભારતના નકશાનું ચિત્ર
અંકિત થયેલું હતું. અને ત્યાર બાદની બીજી ટીકીટમાં ભારતના રાષ્ટ્રીય પ્રતિક અશોકના
ચાર સિંહોની કૃતિ અંકિત થઈ હતી.
વર્તમાન સમયમાં
સંદેશો મેળવવાની તાલાવેલી એટલી જ છે પરંતુ માધ્યમ બદલાયા છે. વર્તમાન સમયમાં
એમ.એમ.એસ કે પછી ઈ-મેલનો ક્રમ પ્રથમ આવી ગયો છે. દેશમાં તાર સેવા બંધ થઈ ગઈ છે.
પરંતુ હજૂ ટપાલ સેવા યથાવત રહી છે. વર્તમાન સમયમાં ટપાલ સેવાનો વપરાશ બહોળો રહ્યો
નથી.
વર્તમાન સમયમાં
હજૂ પણ રક્ષાબંધનના તહેવાર સમયે મોટાભાગે ટપાલ સેવાનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં
દરેકેદરેક તહેવાર અને ખાસ કરીને દિવાળી સમયે ટપાલ સેવાનો સૌથી વધુ ઉપયોગ થતો હતો.
જેમાં મિત્રો, પરિવારો કે શુભેચ્છકો એકબીજાને હિરો,હિરોઈન કે પછી પોતાના ઈષ્ટ દેવ,
ગુરૂઓના ફોટા મોકલીને શુભેચ્છા પાઠવતા હતા. તે વખતના ખાસ પોસ્ટકાર્ડ આવતા હતા જેની
કિંમત અલગથી ચૂકવીને પોસ્ટ માધ્મયથી ટિકીટ ચોટાડીને મિત્રો કે સ્નેહીઓને મોકલવામાં
આવતા હતા. હવે તે યુગનો અંત આવી ગયો છે. તેની જગ્યાએ વર્તમાન સમયમાં શુભેચ્છા
સંદેશ કે પોતાના લાગણી ઠાલવવા માટે લોકો એસ.એમ.એસ કે ઈ-મેલ કે પછી વીડિયો ચેંટીગનો
સહારો લે છે. કબૂતરથી શરૂ થયેલી સંદેશ યાત્રા મોબાઈલ અને ઈન્ટરનેટ સુધી પહોંચી અને
હજૂ પણ આ યાત્રા ક્યાં પહોચશે તેની કલ્પના કરવી અશક્ય છે. ફોટો( રિતેષ પટેલ, ઉમરેઠ )