ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નીમાંલીયા ડૂંગરે થતી આદિવાસીઓની ગુપ્ત પૂજા

આદિવાસીઓની આ પરંપરાગત પૂજા વિશે કદાચ તમે સાંભળ્યું હશે .પરંતુ આ પૂજાના નીતિ નિયમો અને પૂજામાં રહેલો વિશ્વાસ અને પૂજા પ્રત્યે આદિવાસીઓની દ્રઢતા આ સમાચારથી ઉજાગર થશે.





કપરાડા ધરમપુર વિસ્તારમાં આદિવાસીઓ દ્રારા દર વર્ષે વાઘબારસના દિને ધનધાન્યની દેવીની પૂજા કરવામાં આવે છે. ખેતરમાં પાકેલ ધાનને દેવીને અપર્ણ કર્યા બાદ જ તેનો ભોજન કરી ઉપયોગ આ આદિવાસીઓ દ્રારા કરવામાં આવે છે. વર્ષ એક વખતે વાઘબારસના દિને થતી પૂજા પરંપરાગત છે. દાયકાઓથી વાઘબારસના દિને કપરાડા ધરમપુર વિસ્તારના આદિવાસીઓ કાકડ કોપરના નીમાંલીયા ડુંગરે મોટી સંખ્યામાં પહોંચી જાય છે. જ્યાં પરંપરાગત કન્સેરી દેવી પૂજા અર્ચના કરવામાં આવે છે. જે દિવસે ઘરે લાવેલું ધાન્ય એકત્ર કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે. 

જણાવ્યા અનુસાર, આ પૂજા દરમ્યાન અનેક નિયમોનું પાલન કરવું પડે છે. અને આ પરંપરાગત નિયમોમાં થોડી ઘણી પણ ચૂક થાય તો દેવી ત્યાંનો ત્યાં પરચો બતાવી દે છે. આ પૂજા પહેલા નીમાંલીયા ડુંગરે કન્સેરી દેવીની આરાધના વાઘબારસના દિનથી શરૂ થાય છે. જે વખતે અનેક આદિવાસીઓ આવે છે. અને આ પૂજા અર્ચના માટે જે નિતી નિયમોને છે તેનું પાલન ચોમાસા પૂર્વ શરૂ થઈ જાય છે. જેમાં લીલા શાકભાજી ન ખાવા, બહ્મચર્યનું પાલન સવિશેષ છે. વાઘબારસની દિવસે પૂજા અર્ચના કરવા માટે ડુંગરે સમયસર પહોંચી જવા માટે સવારે ત્રણ વાગ્ય આદિવાસી ઉઠી જાય છે. દરેક ગામડાંમાંથી અંદાજે 45000થી વધુ આદિવાસી લોકો  બે મુઠ્ઠી જેતલ ચોખા જે ખેતરમાં પાકેલા હોય તેમાંથી લઈને આવે છે. વાત અહીંથી અટકતી નથી, પરંતુ  આ ચોખાને ડુંગરની ટોચ સુધી વિના ચપ્પલે દોડતા દોડતા માત્ર દસ મીનિટમાં જ પહોચાડી દેવાની પરંપરા છે. જોકે સામાન્ય માણસને ડુંગર પર ચઢતા ચઢતા એક કલાક જેટલો સમય લાગે.


ડુંગરે સમગ્ર વિસ્તારમાંથી આવેલા ચોખાને એકત્ર કરીને વિસ્તારના ભગતભુવાઓ દ્રારા તેને અભીમંત્રિત  કરવામાં આવે છે. અને ત્યારબાદ આ ચોખાને આદિવાસીઓને પરત કરી દેવામા આવે છે. આદિવાસીઓ આ અભિમંત્રિત ચોખાનો એક દાણો પોતાનું ભોજન પકવતી વખતે રોજ નાંખે છે.  ડુંગરે થતી આ સમગ્ર પૂજા અર્ચનાનું કોઈપણ પ્રકારનું વીડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. જેથી અમારી પાસે પણ પૂજા અર્ચનાના ફોટો પ્રાપ્ત નથી. મળતી માહિતી મુજબ, આ ચોખાને નદી તળાવના પાણીથી અભિમંત્રિત કરવામાં આવે છે. આ પૂજા અર્ચનાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. 
( તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |