કાળી ચૌદસની રાતે તંત્ર મંત્ર સાધનાનો ખાસ દિવસ છે તેવી લોકો માને છે. એકવીસમી સદીમાં પણ તંત્ર મંત્રને સવિશેષ મહત્વ આપનારો વર્ગ સમાજમાં મૌજૂદ છે. તેના પુરાવા કાળી ચૌદસની રાતે થતી તંત્ર મંત્રની પૂજા અર્ચનાથી મળે છે. કાળી ચૌદસની રાતે અનેક લોકો સવિશેષ કાળજી લેતા હોય છે. જેના ભાગરૂપે કાળી ચૌદસની રાતે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.
તમે માનો કે ન માનો પણ તંત્ર મંત્રની સાધના વર્તમાન સમયમાં પણ કાળી ચૌદસના દિવસે થાય છે. આ પ્રકારે તંત્ર મંત્ર ઉપર સિદ્ધિ મેળવેલી ચૂકેલા અને મેળવવા ઈચ્છતો વર્ગ આ ખાસ દિવસે પોતાની ખાસ પૂજા સ્મશાને કરે છે. જે રાતે તેઓ પશુની બલી પણ ચઢાવે છે .આ ઉપરાંત આ ખાસ પૂજાને ગુપ્ત રીતે કરવાનું વધારે પસંદ કરે છે. આ પ્રકારે તંત્ર મંત્રને સિદ્ધ અથવા પ્રબળ રાખવા માટે થનારી પૂજા વિશે કાળી ચૌદશની રાતે વધુ જાણવાની કોશિષ અમારી ટીમ દ્રારા એક તાંત્રિકના સહારે પોતાની આંખે સમગ્ર પૂજા અંગે જાણકારી પ્રાપ્ત કરી.
મળતી માહિતી મુજબ, કાળી ચૌદસની રાતે થનારી તાંત્રિક પૂજા એક ગુપ્ત રહસ્ય સમાન છે. કારણકે આ રાત્રિ દરમ્યાન સ્મશાને થતી પૂજા પોતાની આંખે જોવી અશક્ય છે. કાળી ચૌદશની રાત્રિએ થનારી તાંત્રિક વિધિ બે હેતુથી થાય છે કે એક વર્ગ જે પોતાની તંત્ર મંત્રની મેળવેલી સિદ્ધીને અસરકારક બનાવી રાખવા માટે તાંત્રિક પૂજા કરે છે. તો બીજી વર્ગ જે તંત્ર મંત્ર ઉપર પોતે સિદ્ધિ હાંસલ કરવા માંગે છે. એવા જ એક તાંત્રિક પારડી વિસ્તારના બાબુ ભાઈ જે છેલ્લા બે દાયકાથી તાંત્રિક વિધિઓ કરે છે. તેમની પરવાનગીથી અમારી માટે સમગ્ર તાંત્રિક વિધિ કેવી રીતે થાય છે તે જોવાનું શક્ય બન્યું.
કપરાડા ધરમુપર વિસ્તારમાં આદિવાસીઓ હજૂ પણ તાંત્રિક વિધિમાં ભરોસો વધારે પ્રમાણમાં કરે છે. જેના પુરાવા કાળી ચૌદશની રાતે મળ્યાં છે. તાંત્રિકનો મતે પોતાની મંત્ર સાધના સિદ્ધ કરવા માટે કાળી ચૌદશની રાત્રે સ્મશાને બેસીને પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં પશુ બલી ચઢવામાં આવે છે. તાંત્રિક બાબુભાઈના મતે તેઓ ઝેરી સર્પનું ઝેર ઉતારવાનું કાર્ય કરે છે. અને જેની માટે તેમણે મંત્ર સિદ્ધ કર્યો છે. અને તેની અસર કાયમ રહે તે હેતુથી દર વર્ષે કાળી ચૌદશની રાતે તાંત્રિક પૂજા કરે છે. આ વર્ષે તેમણે નદીના કિનારે આવેલા સ્મશાનની પસંદગી કરે છે. જેમાં વિધિ પ્રમાણે નદી કિનારે 108 દિવા પ્રગટાવ્યાં છે. તેમની સાથે રીપોર્ટીંગ માટે ગયેલી ટીમને એક પાણીથી બનાવેલ વર્તુળની અંદર સુરક્ષાના અર્થે બેસાડી દેવામાં આવે છે. અને જ્યાં સુધી તાંત્રિક વિધિ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાં બેસાડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. કાળી ચૌદશની કાળી રાત્રે અંદાજે અગિયાર વાગ્યે પૂજાની શરૂઆત થાય છે. જે બરાબર બાર વાગ્યાની આસપાસ પૂર્ણ થાય છે. શાંત વાતાવરણમાં મંત્રોચ્ચાર કાને પડી રહ્યાં છે. તાંત્રિક દ્રારા પૂજા સામગ્રી અગાઉથી લાવી દેવામાં આવી છે. જેમાં ઝાડ પાન, દવાઓ, કંકુ ચોખા, સિંદુર,શ્રીફળની સાથે સાધનાનો આરંભ થાય છે.
આ તાંત્રિક વિધિની સૌથી ચોંકાવનારી વાત એ છે કે પૂજાની શરૂઆતમાં જે શ્રીફળ આડું મૂકેલું હતું. તે આપોઆપ સીધુ થઈ જાય છે. આ બાબતે તાંત્રિકને પુછવામાં આવ્યુ તેના જવાબમાં તેમણે કહ્યું કે અમારી પૂજા દેવી-દેવતાઓ દ્રારા સ્વીકાર થયો છે.તેનો પુરાવો છે. અને આ ઉપરાંત કાળી ચૌદશની રાતે અન્ય શક્તિઓની હાજરી હોય છે. જેમાં ભૂત યોનિને શાંત કરવા માટે તેમની માટે અગાઉથી જ ચવાળું,મમરા જેવી ખાધ્ય સામગ્રી અપર્ણ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત અનેક વખત સ્મશાનને જાગૃત કરવા માટે દારૂનો પ્રયોગ થાય છે.( તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
Article Written By