ભાઈબહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈબીજ. દિવાળીના શુભ સાત દિનોમાં આવતો ભાઈ-બહેનના પવિત્ર પ્રેમભાવની સ્થાપના કરતો છે. આ દિન કારતક સુદ પક્ષની બીજના દિને યમરાજનું પુજન થાય છે. જેથી તેને યમબીજ તરીકે પણ ઓળખાય છે. આ દિને બહેન પોતાના ભાઈના દિર્ધાયુષ્યની પ્રાર્થના તેમજ બેરી પુજન કરે છે.
આ દિને ભાઈ બહેનના ઘરે આવીને ભોજન કરે છે. આ યથાશક્તિ ભોજનમાં ભાતનું સવિશેષ મહત્વ રહેલું છે. ભાઈ ભોજન કરીને બહેનના ચરણ સ્પર્શ કરીને ઉપહાર અપર્ણ કરે છે. બહેન ભોજન બાદ ભાઈને તિલક લગાવીને લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે.
ભાઈબીજના દિને યમુના સ્નાનનું સવિશેષ મહત્વ રહેલું છે. માન્યતા મુજબ, યમુનાજી યમરાજના નાના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપ્યું હતું કે જે ભાઈબહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને યમની યાતનામાંથી મુક્તિ મળશે. આમ ભાઈબીજનો દિવસ એ યમુનાસ્નાનનો દિવસ ગણાય છે.
ભાઈબીજની પૌરાણિક માન્યતા પ્રમાણે, આ દિને યમરાજે પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કર્યું હતું . અને બહેનને બે વરદાન આપ્યાં હતા. જેમાં પહેલું વરદાન હતું કે આ દિને દરેક ભાઈ પોતાની બહેનને ત્યાં જમવા જશે અને ભેટ આપશે. જ્યારે બીજુ વરદાન હતું કે આજના દિને કોઈ ભાઈનું અપમૃત્યુ નહીં થાય.
ભાઈબીજની સાથે આ દિન વણિક વર્ગ માટે આ નવા વર્ષનો પહેલો દિવસ કહેવાય છે. જોકે વર્તમાન આધુનિક સમયમાં પૌરાણિક મહત્વ અંગની જાણકારી આધુનિક પેઢીને ઓછી છે.
Article Written By