પ્રખ્યાત તીર્થધામ વડતાલ ખાતે આવેલ
સ્વામિનારાયણ મંદિરમાં નવેમ્બર મહિનાની 11થી 17 તારીખ સુધી સુવર્ણ શિખર ઉદ્ધાટન
મહોસ્તવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં
ઉજવાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ મહોત્સવ દરમ્યાન
મંદિરના સંભામંડપમાં કાર્તિક સુદ નોમથી પૂનમ પારાયણનું આયોજન થયું છે. જેમાં
શ્રીમદ્દ સત્સંગીજીવન રસપાન શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે. વડતાલના પૂજારી શ્રી
કૃષ્ણજીવનદાસજી(અથાણાવાળા)ની સ્મૃતિમાં વડતાલ મંદિરના ત્રણ શિખર સુવર્ણથી મંડિત
કરવામાં આવ્યાં છે. જે શિખર બનીને તૈયાર થઈ ગયા છે. જેનો ઉદ્ધાટન મહોત્સવ આ સપ્તાહ
દરમ્યાન ઉજવાશે.
11 નવેમ્બર
|
સવારે 8 કલાકે પોથીયાત્રા, અખંડ ધૂનનો પ્રારંભ, સાંજે
5.30 કલાકે ધનશ્યામ જન્મોત્સવ.
|
12 નવેમ્બર
|
સાંજે 5 કલાકે દેવોને વસ્ત્ર અર્પણ
વિધિ.
|
13 નવેમ્બર
|
સવારે 7.30 કલાકે સમુહ મહાપુજા, સાંજે
5 કલાકે વાસુદેવ નારાયણને સુવર્ણ રત્નજડિત મુગટ અપર્ણવિધિ. સાજે 5.30 કલાકે
જળયાત્રા, સાંજે 6 કલાકે નૂતન હરિકૃષ્ણ યાત્રિકભુવન ઉદ્ધાટન.
|
14 નવેમ્બર
|
સવારે 6 કલાકે અભિષેક, સવારે
8 કલાકે સુવર્ણ શિખર ઉદ્ધાટન,
બપોરે 12 કલાકે અન્નકૂટ દર્શન.
|
14મી નવેમ્બરે તુલસી વિવાહનો પ્રારંભ થાય
છે અને તે દિવસે વડતાલ ધામે શિખરો સુવર્ણથી ઝળહળશે. જેને લઈને ભક્તોજનોમાં ભારે
ઉત્સાહ જોવાઈ રહ્યો છે. અને મનાઈ રહ્યું છેકે આ સપ્તાહ દરમ્યાન ભારે સંખ્યામાં
ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ભક્તજનો આવશે.
Article Written By