ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વિદેશીઓથી રંગારંગ ચરોતર

નવેમ્બર મહિનાથી શરૂ થઈ જાય છે આગમન













ઠંડીની મોસમ શરૂ થતાં ઉત્તર ભારત અને ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓનું આગમન ચરોતરમાં શરૂ થઈ જાય છે. આણંદ જિલ્લામાં આવેલા વરસડા તળાવ, કનેવાલ તળાવ અને તરકપુરમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. આ નયનરમ્ય દર્શ્યો જોવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમી આવે છે. ગત વર્ષે યાયાવર પક્ષીઓની સંખ્યા ઘટી હતી. જેથી પક્ષીપ્રેમીઓ નિરાશ થયાં હતાં. પરંતુ આ વખતે નવેમ્બર મહિનાથીજ યાયાવર પક્ષીઓને અનુરૂપ ઠંડીની શરૂઆત થતાં યાયાવર પક્ષીઓનું આગમન ચરોતરની ઘરતી ઉપર શરૂ થઈ ગયું છે. 

ઉત્તર ભારત અને ઠંડા પ્રદેશોમાંથી ઓક્ટોમ્બર- નવેમ્બર મહિનામાં પ્રવાસી પક્ષીઓનું આગમન ગુજરાત તરફ શરૂ થાય છે. જેમાં ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા પરિએજ અને આણંદ જિલ્લામાં આવેલા વરસડા તળાવ, કનેવાલ તળાવ, ખંભાતની ખાડી, ચોરખાડી ડેમ જેવી જગ્યાઓ પર વિદેશી પક્ષીઓ થોડા સમય માટે ગુજરાતનાં અતિથિ બને છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી ગુજરાતની મહેમાનગતિ માણ્યા બાદ આ પ્રવાસી વિદેશી પક્ષીઓ પરત ફરે છે. 

ચરોતરમાં આવેલા વરસડા તળાવમાં ગાજહંસ, ગ્રે લેગ ગીઝ, ભગવી સુરખાલ જેવા વિવિધ જાતિના હંસ, ચમચા, ફ્લેમિંગો, સાઈબીરીયાના વેગટેલ જેવા વિવિધ જાતિના પ્રવાસી પક્ષીઓ આવે છે. આ બધા પ્રવાસી વિદેશી પક્ષીઓમાંથી યાયાવર પક્ષીઓ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બને છે.

ચાલુ વર્ષે નવેમ્બર મહિનાની શરૂઆતથીજ તાપમાનનો પારો યાયાવર પક્ષીઓને અનુરૂપ હોવાથી યાયાવર પક્ષીઓની સાથે અન્ય વિદેશી પક્ષીઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

વર્ષ 2011માં  ડિસેમ્બર માસની શરૂઆત છતાં હજુ ઠંડીની નહિવત અસર જોવા મળી હતી ,પરિણામે ૫૦ ટકા જેટલી સંખ્યા પણ યાયાવર પક્ષીઓની જોવા મળી ન હતી. શિયાળાની શરૂઆતમાં જ ચરોતરમાં ઊતરી આવતાં યાયાવર પક્ષીઓને વિદેશી ગણવામાં આવે છે, પરંતુ કુદરતની પણ અનોખી રચનામાં આ વિદેશી પક્ષીનો જન્મ પણ અહીં જ થાય છે. પ્રજનન અને ઉછેર સહિતનો ગાળો અહીં વિતવા છતાં આ પક્ષી વિદેશી ગણવામાં આવે છે. 

ચરોતરની મહેમાનગતિએ આવતા આ યાયાવર પક્ષીઓ ગરમીની શરૂઆત થતાં જ પોતાના વતની વાટ પકડી લેતાં હોય છે. દર વર્ષે સરેરાશ આણંદ જિલ્લામાં એક લાખ કરતાં પણ વધુ યાયાવર પક્ષી મહેમાન બનતાં હોય છે. ડિસેમ્બર માસના અંતમાં વન વિભાગ દ્વારા તેની વસતી ગણતરી પણ કરવામાં આવે છે.
Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |