ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

લોકોની નજરે સરદારની શાળા

સરદાર પટેલની યાદમાં ગુજરાતે જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવાની તૈયારીઓ કરી દીધી છે તેથી વિપરીત સરદારના માદરે વતન કરમસદમાં જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે શાળાને વર્તમાન સમય સુધી યોગ્ય બાંધકામવાળું મકાન પણ મળ્યું નથી.

જોકે નગરજનોએ આ બાબતે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે જેની અસરથી ભુતકાળમાં સરદાર પટેલ ટ્રસ્ટને શાળાના બાંધકામ માટે કેન્દ્ર સરકાર તરફથી 25 લાખ જેવી માતબર રકમ ગ્રાન્ટ સ્વરૂપે મળી હતી. પરંતુ તેનો યોગ્ય વપરાશ ન થતાં ગ્રામજનોએ પોતાનો અવાજ ઉંચો કરીને નગરપાલિકાની દેખરેખ હેઠળ આ કામગીરી લોકભાગીદારીથી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી નગરજનોના પીઠબળે પાલિકાએ સરદારની શાળાનું બાંધકામ કરવાની જવાબદારી સ્વીકારી હતી. અને લોકભાગીદારીથી આ શાળાના બાંધકામનું કામકાજ ચાલી રહ્યું છે.

જેની અસરથી સરદાર પટેલની શાળાનું બાંધકામ કેવું હોવું જોઈએ જે માટે નગરપાલિકા અને ગ્રામજનોએ પોતાપોતાની રીતે શાળા માટે ડિઝાઈન વર્ક સંપૂર્ણ કરી લીધું છે. લોકો દ્રારા ડિઝાઈન કરવામાં આવેલી શાળાનું બાંધકામ જૂની શાળા પ્રમાણે છે. જેથી સરદારની શાળાની યાદ હમેશા તાજી રહે જ્યાં પાલિકા તરફથી ડિઝાઈન કરવામાં આવેલી શાળા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી નથી.

લોકોની ઈચ્છા છે કે અમારી દ્રારા રજૂ થયેલી ડિઝાઈન અને પાલિકા દ્રારા બનાવેલી ડિઝાઈન બન્નેમાંથી જે સારી હોય તે પ્રમાણે સરદારની શાળાનું નિર્માણ થાય. અને લોકભાગીદારીથી બનેલી રહેલી શાળાનું કામકાજ સત્વરે પૂર્ણ થાય.


Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |