
ચરોતર પંથકમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં નડિયાદવાસીઓ સહિત વડતાલ,પીજ,વસો, ઉત્તરસંડા જેવા અનેક ગામોને સીટી બસ સેવાનો લાભ મળતો થયો છે. અમુક મહિના અગાઉ ફરીથી મોટાપાયે શરૂ થયેલી સીટી બસ સેવાથી લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. પરંતુ તેની સામે દાયકાઓથી નડિયાદ શહેરમાં યથાવત રહેલી ટ્રાફિક સમસ્યા અને પાર્કિગ સમસ્યાનો ઉકેલ લાવવામાં નગર પાલિકા તંત્ર અને પોલીસ ગાઢ નિંદ્રામાં રહેતા જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેની અસરથી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્રારા રવિવારે 1 ડિસેમ્બરના રોજ ધરણાંનું આયોનજ કર્યું હતું .તેમની માંગ હતી કે પોલીસ અને નગરપાલિકાના તંત્ર આ બાબતે જાગૃત થાય તે હિતાવહ છે.
ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ નડિયાદમાં
દાયકાઓથી એકસરખી સમસ્યા પ્રવર્તી રહી છે. તંત્ર જાગે ત્યારે દબાણ હટાવાની કામગીરી
સંતરામ રોડ ખાતે થવા પામી છે. પરંતુ ગણતરીના કલાકોમાં પરિસ્થિતિ જેવી હતી તેવી બની
જતી હોય છે. હવે નડિયાદમાં સીટી બસ સેવા ફરી શરૂ થઈ છે. જે નડિયાદ શહેર સહિત આ
સેવાનું વિસ્તરણ નજીકના ગામો સુધી થવા પામ્યું છે. નડિયાદ શહેરના મુખ્ય માર્ગો એવા
સંતરામ રોડ, રેલ્વે સ્ટેશન તેમજ કોલેજ રોડ વિસ્તારમાં ટ્રાફિક મુખ્ય સમસ્યા છે. આ
ઉપરાંત નડિયાદ શહેરના મોટાભાગના વિસ્તારો સાંકળા છે જેથી તેવા બજારોમાં મોટા વાહનો
પ્રવેશ અશક્ય બાબત છે. તે પ્રકારના વિસ્તારોમાં અયોગ્ય પાર્કિગ ઘણી મોટી સમસ્યા
સર્જી દે છે. તેમ છતાં આ બાબતે તંત્રએ કાયમી ઉકેલ શોધવાની જગ્યાએ નાની મોટી
કામગીરી કરીને નાગરિકોને શાંત કરવાની નીતિ અપનાવતી રહી છે પરંતુ આ વખતે નડિયાદ
પશ્ચિમ નાગરિક સમિતિએ આ બાબતે પોતાનો સુર મજબૂત કર્યો છે. અને તંત્રના બહેરા કાને
આ અવાજ પહોંચે તે હેતુથી રવિવારે પહેલી ડિસેમ્બરના રોજ ઘરણાંનું આયોજન થયું હતુ.
જેમાં નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ તેમજ નડિયાદના નાગરિકોએ આવેદન પત્ર આપીને ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટેની વિનંતી
કરી હતી. (ભાવેશ શર્મા, નડિયાદ,પત્રકાર)
Article Written By