ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

કઠલાલના પિઠાઈ ખાતે લોકોનો હલ્લાબોલ

અમદાવાદ ઈન્દોર વચ્ચે બનેલો ફોરલેઈન હાઈવે જે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી પસાર થઈ રહ્યો છે. હજૂ આ ફોરલેઈનનું કામકાજ ચાલી રહ્યું છે પરંતુ કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે ધનતેરસના દિવસથી રાત્રિ સમયે હાઈવે ઓથોરીટી દ્રારા ટોલ નાકાનો આરંભ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનીય લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો. આ રોષને પગલે આજે 8મી નવેમ્બરના રોજ સ્થાનીય નાગરિકોએ ટોલ નાકાને લઈ વિરોધ પ્રગટ કર્યો હતો.


આ વખતે કંટાળીને સ્થાનીય નાગિરકો દ્રારા ટોલ નાકામાં ભારે તોફ કરવામાં આવી છે. જેમાં સીસીટીવી કેમરા અને કાચની બારણીઓ દરવાજાને તોડી પાડવામાં આવ્યાં હતાં. ઉલ્લનીય છેકે ધનતેરસથી શરૂ થયેલો આ ટોલ નાકું સ્થાનીય લોકોનાં આંખે ખૂંચી રહ્યું હતુ. જેની અસરથી આજે 8મી નવેમ્બરે તોફફોડ થવા પામી છે.  લોકોના મતે કઠલાલ શહેરની આસપાસ પંદર કિલોમીટરના વિસ્તારમાં પિઠાઈ,સરાલી,છીપડી,ચૌહાણપુરા,મુડેલ,છીપીયાલ સહિત અનેક ગામો આવેલા છે. જેમની માટે તંત્રએ કોઈ વૈકલ્પિક રોડની વ્યવસ્થા અંગે વિચાર કર્યો જ નથી. અને જેથી તેમને રોજિંદી અવર જવર માટે આ ખર્ચાળ ટોલનાકાનો ઉપયોગ કરવા મજબૂર બની ગયા છે. બસમાં મુસાફરો પાસે ટિકીટ દિઠ સાત રૂપિયા અને પોતાના વાહન લઈને જતાં સ્થાનીય લોકો માટે ટોલ આપવો ઘણું ખર્ચાળ છે. જે તંત્રની અયોગ્ય કામગીરી છે.
આ ઉપરાંત લોકોનું કહેવું છે કે ગોધરા –ઈન્દોર સુધીના હાઈવેનું કામ પૂર્ણ થયું નથી. અને તેવી પરિસ્થિતિમાં રાતોરાત આ પ્રકારે કઠલાલ તાલુકામાં ટોલ નાકું તૈનાત કરીને પ્રજાને વિરોધ કરવા મજબૂર કર્યા છે. આ અગાઉ આ સમગ્ર પ્રકરણે હાઈવે ઓથોરીટી ચિઠ્ઠીના ચાકર હોવાની અને નેતાઓ આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.
All right reserved by : ચરોતરનો અવાજ |